Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્ય મંત્રી કાંતિ અમૃતિયાએ મોડલ રોડ કામગીરીની સમીક્ષા કરી:ગુણવત્તાસભર અને સમયસર કામ પૂર્ણ કરવા સૂચના આપી

    15 hours ago

    ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબી શહેરના માળખાકીય વિકાસને વેગ આપવા માટે મોડલ રોડ (નાની કેનાલ રોડ)ની કામગીરીની સમીક્ષા કરી હતી. મોરબી મહાનગરપાલિકા દ્વારા નિર્માણાધીન આ રોડની તેમણે રૂબરૂ મુલાકાત લીધી હતી. મંત્રી અમૃતિયાએ સ્થળ પર પહોંચી વિકાસ કાર્યનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે મહાનગરપાલિકાના ઇજનેરો, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સાથે ટેકનિકલ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને રોડનું કામ ગુણવત્તાસભર રીતે અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી. મુલાકાત દરમિયાન, મંત્રીએ સ્થાનિક નાગરિકો સાથે સંવાદ સાધ્યો હતો અને તેમની રજૂઆતો તથા પ્રશ્નો સાંભળ્યા હતા. તેમણે લોકોને ખાતરી આપી હતી કે તેમની સમસ્યાઓનું વહીવટી સ્તરે તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવશે. આ પ્રસંગે મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી, કમિશનર સંગીતા રૈયાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, નાયબ કમિશનર સંજય સોની, સ્થાનિક કોર્પોરેટરો, ટેકનિકલ ટીમ, વહીવટી કર્મચારીઓ તેમજ કોન્ટ્રાક્ટર એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કુકરમુંડામાં વરલી મટકાનો જુગાર રમતા એક ઝડપાયો:પોલીસે ₹210 નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી
    Next Article
    કાંકરિયાની દીવાન-બલ્લુભાઈ શાળામાં વાલી વર્કશોપ:નર્સરીના નવા વિદ્યાર્થીઓના વાલીઓને માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment