Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાંકરિયાની દીવાન-બલ્લુભાઈ શાળામાં વાલી વર્કશોપ:નર્સરીના નવા વિદ્યાર્થીઓના વાલીઓને માર્ગદર્શન અપાયું

    17 hours ago

    કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પૂર્વ પ્રાથમિક શાળામાં નર્સરીમાં નવા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના વાલીઓ માટે માર્ગદર્શન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાલીઓને બાલમંદિરના અભ્યાસક્રમ, શૈક્ષણિક પદ્ધતિઓ અને વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી. શિક્ષકગણ દ્વારા વિવિધ શૈક્ષણિક સાધનો (ટી.એલ.એમ.)ની મદદથી બાલમંદિરમાં અપાતી શિક્ષણ પદ્ધતિઓનું પ્રત્યક્ષ નિદર્શન કરાયું. ખાસ કરીને, બાળકોને વિવિધ પ્રકારના વળાંકો શીખવવાની પદ્ધતિનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વર્કશોપ દરમિયાન વાલીઓને વર્ષભર ઉજવાતા વિવિધ ઉત્સવો, સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેની પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કરાયા. અભ્યાસક્રમમાં ઉપયોગમાં લેવાતા શૈક્ષણિક સાધનો અને આયોજન અંગે પણ વિસ્તૃત સમજણ અપાઈ. શાળાના આચાર્ય બિપીનચંદ્ર પંચાલ અને વિભાગીય કો-ઓર્ડિનેટર પીનલબહેન રાવળ વિશેષ ઉપસ્થિત રહ્યાં. તેમણે શાળાનાં મૂલ્યો, શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને બાળકના સર્વાંગી વિકાસમાં વાલીઓની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન હર્ષદભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું. આ આયોજનથી નવા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં આનંદ, ઉત્સાહ અને વિશ્વાસનો માહોલ જોવા મળ્યો.
    Click here to Read More
    Previous Article
    રાજ્ય મંત્રી કાંતિ અમૃતિયાએ મોડલ રોડ કામગીરીની સમીક્ષા કરી:ગુણવત્તાસભર અને સમયસર કામ પૂર્ણ કરવા સૂચના આપી
    Next Article
    દરરોજ બે કલાક ગુજરાત પોલીસ જનતાની ફરિયાદ સાંભળશે:PIથી લઈને CPને હાજર રહેવા DGP મલિકનો આદેશ; સામાન્ય અરજીનો 15’દિમાં નિકાલ ફરજિયાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment