Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી મનપાને એક દિવસમાં ₹21 લાખ પ્રોપર્ટી ટેક્સ મળ્યો:ડુંગરાના ઉદ્યોગકારોએ રીબેટ યોજના હેઠળ ઓનલાઈન ભરી લાભ લીધો

    1 day ago

    વાપી મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા પ્રોપર્ટી ટેક્સની રીબેટ યોજના હેઠળ કરદાતાઓ સુધી પહોંચવાના અભિયાનને નોંધપાત્ર સફળતા મળી છે. ડુંગરા સ્થિત દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ઉદ્યોગકારો સાથે રૂબરૂ મુલાકાત દરમિયાન માત્ર એક જ દિવસમાં ₹21 લાખનો પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરાયો હતો. મહાનગરપાલિકા કમિશ્નર એન.એફ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ મોટા કરદાતાઓને રીબેટ યોજનાનો લાભ લેવા પ્રોત્સાહિત કરવા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત નાયબ મ્યુનિસિપલ કમિશ્નર કિરણસિંહ રણાના માર્ગદર્શનમાં ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ ઠક્કર, ટેક્સ ઇન્સ્પેક્ટર દીપક ચભાડિયા અને ઘરવેરા વિભાગની ટીમે શુક્રવારે ડુંગરા વિસ્તારમાં ઔદ્યોગિક એકમોની મુલાકાત લીધી હતી. ટીમે ઉદ્યોગકારોને જૂન માસ દરમિયાન નિયમિત 5 ટકા રીબેટ ઉપરાંત vapicity.in વેબસાઇટ મારફતે ઓનલાઈન ટેક્સ ભરવાથી મળતા વધારાના 1 ટકા રીબેટ અંગે માહિતી આપી હતી. આ અભિયાન દરમિયાન 37 ઉદ્યોગકારો સાથે સીધી મુલાકાત કરવામાં આવી હતી, જેમાંથી 29 કરદાતાઓએ સ્થળ પર જ ઓનલાઈન ટેક્સ ભરી યોજનાનો લાભ લીધો હતો. નાયબ મ્યુનિસિપલ કમિશ્નરે જણાવ્યું હતું કે મોટા કરદાતાઓમાં જાગૃતિ લાવી સમયસર વેરા વસૂલાત વધારવાના હેતુથી આ સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેની અસરરૂપે શુક્રવારે જ કુલ 2008 કરદાતાઓએ ₹82 લાખનો પ્રોપર્ટી ટેક્સ ભર્યો હતો. આંકડાઓ મુજબ, જૂન મહિનાના પ્રથમ 20 દિવસમાં 27,500થી વધુ કરદાતાઓએ કુલ ₹11.42 કરોડનો ટેક્સ ભરી ₹55.63 લાખના રીબેટનો લાભ મેળવ્યો છે. તેમાં 12 ગામ વિસ્તારના 7,200 મિલકતધારકો દ્વારા ભરાયેલા ₹2.80 કરોડના ટેક્સનો પણ સમાવેશ થાય છે. મનપાએ બાકી રહેલા કરદાતાઓને જૂન માસ પૂર્ણ થાય તે પહેલાં ઓનલાઈન ટેક્સ ભરી 6 ટકા સુધીના રીબેટનો મહત્તમ લાભ લેવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરના 1.56 લાખ ખેડૂતોના ખાતામાં રૂ. 31.34 કરોડ જમા થશે:પીએમ કિસાનનો 23મા હપ્તાનું વિતરણ, પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા યોજાઈ
    Next Article
    PM CARES બાળકો સાથે કલેક્ટર જીલોવાનો સંવાદ:શિક્ષણ, આરોગ્ય અને કારકિર્દી માટે માર્ગદર્શન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment