Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરના 1.56 લાખ ખેડૂતોના ખાતામાં રૂ. 31.34 કરોડ જમા થશે:પીએમ કિસાનનો 23મા હપ્તાનું વિતરણ, પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા યોજાઈ

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લાના 1,56,706 ખેડૂતોના ખાતામાં આજે કુલ રૂ. 31.34 કરોડ જમા થશે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે 'પીએમ કિસાન સન્માન નિધિ'ના 23મા હપ્તાના વિતરણ અને પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના હુગલીથી વર્ચ્યુઅલી જોડાઈને આ હપ્તો રિલીઝ કર્યો હતો. આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયો હતો. જેમાં ખેડૂતોને ખેતીમાં સહાયરૂપ થવા માટે દર વર્ષે રૂ. 6,000 સીધા ખાતામાં જમા કરવામાં આવે છે, જેનો આજે 23મો હપ્તો રિલીઝ થયો. કાર્યક્રમમાં સંબોધન કરતાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાના 1,56,706 ખેડૂતોના ખાતામાં કુલ રૂ. 31 કરોડ 34 લાખ જમા થશે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને ધ્યાનમાં રાખીને અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવી રહી છે, જેનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યો છે. જગદીશભાઈ મકવાણાએ સુરેન્દ્રનગરના વિકાસની વાત કરતાં કહ્યું કે, એક સમય હતો જ્યારે સુરેન્દ્રનગર આવળ, બાવળ અને બોરડીનો પ્રદેશ તરીકે ઓળખાતો હતો, પરંતુ આજે તે નંદનવન બની રહ્યો છે. 400 કિલોમીટર દૂરથી આવતી માં નર્મદાનું પાણી ઢાંકી ખાતેના એશિયાના સૌથી મોટા પમ્પિંગ સ્ટેશન દ્વારા 235 ફૂટ લિફ્ટ કરીને ધોળીધજા ડેમમાં પહોંચાડવામાં આવે છે. સૌની યોજનાના માધ્યમથી સૌરાષ્ટ્રના 115 જળાશયોમાં પાણી પહોંચાડવાનું કેન્દ્ર આપણો ધોળીધજા ડેમ છે. ખેતીવાડી સાધનો પર સબસિડી વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2025-26માં સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોને 3,153 ટ્રેક્ટરો માટે રૂ. 31.53 કરોડની સબસિડી આપવામાં આવી છે. કુલ 6,114 ખેડૂતોને વિવિધ ખેતી યંત્રો માટે રૂ. 17.84 કરોડની સહાય સીધી DBT દ્વારા ખાતામાં જમા કરવામાં આવી છે. આ પ્રસંગે સાંસદ ચંદુ શિહોરાએ ગંભીર રોગોથી બચવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવાની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે સાંસદ ચંદુ શિહોરાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આજે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો વપરાશ એટલો વધી ગયો છે કે, તેના કારણે આપણા આરોગ્ય ઉપર મોટો ખતરો ઊભો થયો છે. આજે પરિસ્થિતિ એવી છે કે, દરેક ગામમાં કેન્સર, બીપી અને ડાયાબિટીસના દર્દીઓ જોવા મળે છે, જે આજથી 25-50 વર્ષ પહેલા ક્યાંય જોવા મળતા નહોતા. કેન્સર અને ડાયાબિટીસ જેવા રોગોથી બચવા માટે હવે ખેડૂતોએ જીવામૃત આધારિત પ્રાકૃતિક ખેતી કરવી જ પડશે. વધુમાં તેમણે તમામ ખેડૂતોને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, જો આપણે પ્રાકૃતિક ખેતી તરફ નહીં વળીએ તો આપણી બધી જ કમાણી હોસ્પિટલો અને દવાખાનામાં જતી રહેશે આથી તમામ ખેડૂત મિત્રોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી જોઈએ. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન ભુસડીયા, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી, અગ્રણી ભરતભાઈ પંડ્યા, હાર્દિકભાઈ ટમાલીયા, જિલ્લા કલેક્ટર જી.એચ.સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પરમાર, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરત પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.
    Click here to Read More
    Previous Article
    પાટણના 1.86 લાખ ખેડૂતોને રૂ. 37.32 કરોડની સહાય મળી:PM કિસાન ઉત્સવ દિવસે સાંસદ ડાભીની અધ્યક્ષતામાં કૃષિ મેળાની ઉજવણી
    Next Article
    વાપી મનપાને એક દિવસમાં ₹21 લાખ પ્રોપર્ટી ટેક્સ મળ્યો:ડુંગરાના ઉદ્યોગકારોએ રીબેટ યોજના હેઠળ ઓનલાઈન ભરી લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment