Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના 1.86 લાખ ખેડૂતોને રૂ. 37.32 કરોડની સહાય મળી:PM કિસાન ઉત્સવ દિવસે સાંસદ ડાભીની અધ્યક્ષતામાં કૃષિ મેળાની ઉજવણી

    1 day ago

    દેશભરમાં “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત, વડાપ્રધાને તારકેશ્વર (પશ્ચિમ બંગાળ) ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૩મો હપ્તો રીલીઝ કર્યો હતો. આ હપ્તામાં દેશભરના ખેડૂત કુટુંબોને રૂ. ૨૦૦૦ની સહાય DBT મારફતે સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી. આ અવસરે પાટણના એ.પી.એમ.સી. હોલ ખાતે સાંસદ ભરતસિંહ ડાભીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ” અને “મિલેટસ ડેવલપમેન્ટ” યોજના અન્વયે કૃષિ મેળા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રાજ્યમાં આ યોજના અંતર્ગત 51.28 લાખથી વધુ ખેડૂતોને રૂ. 102 કરોડથી વધુની સહાય 23મા હપ્તા તરીકે સીધી તેમના બેંક ખાતામાં જમા થઈ છે. પાટણ જિલ્લામાં 1,86,596 ખેડૂતોને રૂ. 2000 લેખે કુલ રૂ. 37.32 કરોડની સહાય DBT મારફતે તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન પાટણ જિલ્લા સાંસદ ભરતસિંહ ડાભીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, પાટણ જિલ્લામાં ખેડૂતોના સર્વાંગી વિકાસ અને કૃષિ ક્ષેત્રને વધુ સશક્ત બનાવવા માટે સુજલામ સુફલામ જેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી નેતૃત્વ હેઠળ કૃષિ ક્ષેત્રમાં લેવાયેલા ઐતિહાસિક નિર્ણયોની પ્રશંસા કરી, જેના પરિણામે હરિયાળી ક્રાંતિને નવી દિશા મળી છે. સાંસદ ડાભીએ વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા દરેક બજેટમાં ખેડૂતોના કલ્યાણ માટે નાણાકીય જોગવાઈઓ વધારવામાં આવી રહી છે અને વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ખેડૂતોને સહાયની રકમ સીધી તેમના બેંક ખાતામાં મળવાથી તેઓ પોતાની જરૂરિયાત મુજબ ખાતર, બિયારણ સહિતની કૃષિ સામગ્રી ખરીદી શકે છે. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ સાંસદ ભરતસિંહ ડાભી તથા મંચસ્થ મહાનુભાવોના હસ્તે ખેડૂત લાભાર્થીઓને વિવિધ યોજનાઓના પૂર્વ મંજૂરી હુકમનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, APMC ચેરમેન સ્નેહલ પટેલ, ખેતીવાડી અધિકારી જીગ્નેશ પટેલ સહિત સંગઠનના વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કોકરોચ જનતા પાર્ટીનું પ્રદર્શન બંધ કરાવવા દિલ્હી પોલીસ પહોંચી:સાંજ સુધીની પરવાનગી હતી, દીપકે બોલ્યા- શિક્ષણ મંત્રીના રાજીનામા સુધી હટશે નહીં
    Next Article
    સુરેન્દ્રનગરના 1.56 લાખ ખેડૂતોના ખાતામાં રૂ. 31.34 કરોડ જમા થશે:પીએમ કિસાનનો 23મા હપ્તાનું વિતરણ, પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment