Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM CARES બાળકો સાથે કલેક્ટર જીલોવાનો સંવાદ:શિક્ષણ, આરોગ્ય અને કારકિર્દી માટે માર્ગદર્શન આપ્યું

    1 day ago

    પાટણ જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જીલોવાના અધ્યક્ષસ્થાને ‘PM CARES for Children’ યોજનાના લાભાર્થી બાળકો અને તેમના પાલક-વાલીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન કલેક્ટરે બાળકોના શિક્ષણ, આરોગ્ય, રસ-રુચિ અને ભવિષ્યના ધ્યેયો અંગે વિગતવાર ચર્ચા કરી હતી. કલેક્ટરે બાળકોને જીવનમાં સ્પષ્ટ લક્ષ્યાંક નક્કી કરીને સતત પ્રયત્નશીલ રહેવા પ્રેરણા આપી હતી. તેમણે શિક્ષણના મહત્વ પર ભાર મૂકતાં બાળકોને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠક દરમિયાન બાળકોને શાળા, કોલેજ અથવા અન્ય કોઈ ક્ષેત્રમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી સહયોગ પૂરો પાડવાની ખાતરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, આયુષ્માન કાર્ડ અંતર્ગત આરોગ્ય સેવાઓનો નિયમિત લાભ મળે, વિવિધ યોજનાકીય લાભો સમયસર પ્રાપ્ત થાય અને બાળકોની આરોગ્ય ચકાસણી નિયમિતપણે થાય તે બાબતે કલેક્ટરે માહિતી મેળવી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. કલેક્ટરે બાળકોની અભ્યાસિક પ્રગતિ ઉપરાંત તેમની અંદર રહેલી કલા, કૌશલ્ય અને વિશેષ પ્રતિભાને ઓળખી તેને વધુ વિકસાવવા પ્રોત્સાહિત કર્યા હતા. બાળકોના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને તમામ લાભાર્થીઓનું કારકિર્દી માર્ગદર્શન (Career Counselling) કરાવી તેમની જ્ઞાનસંપત્તિ અને કારકિર્દી અંગેની સમજણ વધે તે માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે કલેક્ટરે બાળકો અને તેમના પાલક-વાલીઓને વિશ્વાસ અપાવ્યો હતો કે જિલ્લા વહીવટી તંત્ર તેમની સાથે હંમેશા ઊભું છે. તેમની દરેક જરૂરિયાત તથા સમસ્યાના નિરાકરણ માટે તંત્ર પ્રતિબદ્ધ છે. તેમણે બાળકોને ક્યારેય પોતાને એકલા ન સમજવા અને કોઈપણ જરૂરિયાત સમયે તંત્રનો સંપર્ક કરવા અપીલ કરી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તથા સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વાપી મનપાને એક દિવસમાં ₹21 લાખ પ્રોપર્ટી ટેક્સ મળ્યો:ડુંગરાના ઉદ્યોગકારોએ રીબેટ યોજના હેઠળ ઓનલાઈન ભરી લાભ લીધો
    Next Article
    રાજ સ્કૂલ દુષ્કર્મ કેસનો આરોપી હજુ પણ ફરાર:ગાંધીનગર પોલીસને ધોળા દિવસે ગરબા રમાડતો રાજ પટેલ ધરપકડથી દૂર, કથિત રાજકીય ઓથ મળ્યાની શંકા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment