Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ સ્કૂલ દુષ્કર્મ કેસનો આરોપી હજુ પણ ફરાર:ગાંધીનગર પોલીસને ધોળા દિવસે ગરબા રમાડતો રાજ પટેલ ધરપકડથી દૂર, કથિત રાજકીય ઓથ મળ્યાની શંકા

    1 day ago

    ગાંધીનગરના સેક્ટર 25માં આવેલી રાજ સ્કૂલના આચાર્ય અશ્વિન પટેલના પુત્ર રાજ પટેલ દ્વારા સગીર વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યએ શિક્ષણ જગતને શર્મસાર કર્યું છે. સગીરાના શારીરિક શોષણનો વીડિયો વાઈરલ થયા બાદ 14 જૂનના રોજ પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે. જોકે, ફરિયાદ નોંધાયાના એક અઠવાડિયું વીતી ગયું છતાં આરોપી હજુ સુધી ખાખીને ધોળે દિવસે ગરબા રમાડી નાસતો ફરી રહ્યો છે. આ ગંભીર કેસમાં હવે માત્ર ગુનાની જ નહીં પરંતુ પોલીસની ઢીલી કામગીરી અને આરોપીને મળતા કથિત રાજકીય ઓથની પણ ચોમેર ટીકા થઈ રહી છે. રાજ પટેલનું રાત્રિના સગીર સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આશરે બે વર્ષ જૂના આ કેસની હચમચાવી મુક્તિ વિગતો મુજબ, રાજ સ્કૂલમાં જે ઓફિસ પાસેના એક રૂમમાં રાત્રે રોકાતા માસૂમ વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવતા હતા. રાજ પટેલ રાત્રિના સમયે ત્યાં જઈને સગીરને એકલો પાડી તેની મરજી વિરૂદ્ધ પોતાની હવસ સંતોષતો હતો. આ સનસનાટીભર્યા ખુલાસા બાદ આરોપીના રાજકીય કનેક્શનો પણ સપાટી પર આવ્યા છે. સત્તાધારી પક્ષની યુવા ટીમ સાથે ગાઢ રીતે સંકળાયેલા રાજ પટેલ અવારનવાર જાહેર કાર્યક્રમોમાં મોટા નેતાઓ સાથે ફોટા પડાવીને પોતાનો રાજકીય પ્રભાવ જમાવતો હતો. અન્ય કોઈ પીડિત સામે આવ્યો ન હોવાનું પોલીસે જણાવ્યું જોકે, આ કલંકિત વીડિયો વાઇરલ થતાં જ બદનામીના ડરથી યુવા ટીમના નેતાઓએ તાત્કાલિક તેનાથી છેડો ફાડી લીધો છે. આ ઘૃણાસ્પદ ઘટના બાદ અન્ય વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભય અને અસલામતીનો માહોલ વ્યાપી ગયો છે. આશ્ચર્યની અને ખેદની વાત એ છે કે, આટલો ગંભીર અને સંવેદનશીલ મુદ્દો હોવા છતાં બાળ અધિકાર, વિદ્યાર્થી સુરક્ષા અને સામાજિક ન્યાયના નામે મોટી વાતો કરતા સંગઠનો પણ આ મામલે ભેદી મૌન સેવી રહ્યા છે. હાલ પૂરતું પોલીસે અન્ય કોઈ પીડિત સામે આવ્યો ન હોવાનું જણાવ્યું છે, પરંતુ આવા કિસ્સામાં બદનામીના ડરથી લોકો જલ્દી આગળ ન આવતા હોય. શાળાના અન્ય માસૂમ વિદ્યાર્થીઓ કે મહિલા સ્ટાફ સાથે ગેરવર્તણૂક થઈ છે કે કેમ તે દિશામાં પણ તટસ્થ અને સઘન તપાસ થાય તેવી લોક માંગ પ્રબળ બની છે. આરોપી ફરાર કેવી રીતે થઈ ગયો? બીજી તરફ આ સમગ્ર ચકચારી કેસમાં તપાસની ગતિ શંકાના દાયરામાં આવી ગઈ છે. સ્થાનિક વર્તુળોમાં એવી વ્યાપક ચર્ચા છે કે, સત્તાવાર ફરિયાદ નોંધાતા પહેલા લાંબા સમય સુધી આ મામલે પોલીસની પ્રાથમિક તપાસ ચાલી રહી હતી. જો તપાસ દરમિયાન પીડિતના નિવેદનો અને વીડિયો જેવા સજ્જડ પુરાવાઓ એકત્ર થઈ ગયા હતા અને બધી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ હતી. તો પછી ગુનો દાખલ થતાની સાથે જ આરોપી ફરાર કેવી રીતે થઈ ગયો? ગુનો નોંધાયાના એક દિવસ પહેલા પોતાની સ્કૂલની અખબારોમાં જાહેરાત છપાવવા નિર્ભય બનીને જાહેરમાં ફરતો આરોપી અચાનક ભૂગર્ભમાં ઉતરી જતા અનેક સવાલો ઉભા થયા છે. આગોતરા જામીન મેળવવા પૂરતો સમય હોવાની આશંકા હાલ તો આરોપી ધોળા દિવસે પોલીસને ગરબા રમાડી રહ્યો છે અને પોલીસ તંત્ર માત્ર તપાસ ચાલુ છે તેવું ગાણું ગાઈને હાથ અધ્ધર કરી રહ્યું છે. જેને કાયદાકીય છટકબારીઓ શોધવા અને આગોતરા જામીન મેળવવા માટેનો પૂરતો સમય મળી રહ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. અત્યારે તો પીડિત પરિવાર ન્યાય માટે વલખાં મારી રહ્યો છે અને સૌની નજર પોલીસના આગામી પગલાં પર ટકેલી છે.
    Click here to Read More
    Previous Article
    PM CARES બાળકો સાથે કલેક્ટર જીલોવાનો સંવાદ:શિક્ષણ, આરોગ્ય અને કારકિર્દી માટે માર્ગદર્શન આપ્યું
    Next Article
    અમરેલીમાં ગ્રામ્ય વિસ્તારો માટે 37 ઈ-રિક્ષા લોકાર્પણ:ઊર્જામંત્રી કૌશિક વેકરીયાએ ઘન કચરાના નિકાલ માટે લીલી ઝંડી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment