Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરમપુરના પિંડવળનું આરોગ્ય કેન્દ્ર જનસુખાકારીનું આદર્શ મોડેલ:સરકાર-ટ્રસ્ટના સહયોગથી 37 ગામોને આધુનિક સારવાર મળે છે, એક્સ-રે, સોનોગ્રાફી સહિતની સુવિધાઓ

    1 day ago

    વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ પિંડવળ ગામમાં આવેલું સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) રાજ્ય સરકાર અને લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી જનસુખાકારીનું આદર્શ મોડેલ બન્યું છે. આ કેન્દ્ર ડુંગરાળ અને દુર્ગમ વિસ્તારમાં વસતા હજારો લોકોને આધુનિક આરોગ્ય સેવાઓ પૂરી પાડી રહ્યું છે, જેમાં એક્સ-રે, સોનોગ્રાફી અને લેબોરેટરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. વર્ષ 1967માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરીકે શરૂ થયેલી આ સંસ્થા વર્ષ 1994માં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પરિવર્તિત થઈ હતી. હાલ 30 બેડની સુવિધા ધરાવતું આ કેન્દ્ર આસપાસના 37 ગામો ઉપરાંત મહારાષ્ટ્રની સરહદે આવેલા 20 ગામોના હજારો લોકોને આરોગ્ય સેવા પૂરી પાડી રહ્યું છે. લોકમંગલમ ટ્રસ્ટના સહયોગથી અહીં દર વર્ષે 41 હજારથી વધુ ઓપીડી અને 7 હજારથી વધુ દર્દીઓ ઇન્ડોર સારવારનો લાભ લઈ રહ્યા છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં અહીં એક્સ-રે, સોનોગ્રાફી, આધુનિક લેબોરેટરી, ડેન્ટલ, ફિઝિયોથેરાપી, માતા-બાળ આરોગ્ય, કુપોષણ સારવાર તેમજ નિષ્ણાત તબીબોની સેવાઓ ઉપલબ્ધ બની છે. આ સુવિધાઓને કારણે દર્દીઓને સારવાર માટે ધરમપુર કે વલસાડ સુધી જવાની જરૂર પડતી નથી. લોકમંગલમ ટ્રસ્ટ દ્વારા રૂ.15 લાખના ખર્ચે એક્સ-રે મશીન, રૂ.9 લાખની સોનોગ્રાફી મશીન અને લેબોરેટરીના સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, તેમજ ટેક્નિશિયન અને સ્ટાફનો ખર્ચ પણ સંસ્થા જ ઉઠાવી રહી છે. સીએચસીના સુપ્રિટેન્ડન્ટ ડો. જિતેશ રાઉતે જણાવ્યું હતું કે, આધુનિક સાધનસામગ્રી અને નિષ્ણાત સેવાઓના કારણે દર્દીઓનો સરકારી આરોગ્ય સેવાઓ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા એક વર્ષ દરમિયાન અહીં 1,417 એક્સ-રે, 51,446 લેબોરેટરી ટેસ્ટ અને 217 પ્રસૂતિ સફળતાપૂર્વક કરવામાં આવી છે. લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નિલમ પટેલે જણાવ્યું હતું કે, અંતરિયાળ ગામોના લોકોને સારવાર માટે લાંબા અંતર સુધી જવું પડતું હતું. આ સમસ્યા દૂર કરવા જિલ્લા તંત્રના સહયોગથી જરૂરી આરોગ્ય સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા, જેના કારણે આજે હજારો લોકોને પોતાના વિસ્તારમાં જ ગુણવત્તાસભર સારવાર મળી રહી છે. દર્દીઓએ પણ આ સેવાઓને આશીર્વાદ સમાન ગણાવી છે. ગર્ભવતી મહિલાઓ માટે નિઃશુલ્ક ચેકઅપ, સોનોગ્રાફી અને 'ખિલખિલાટ' વાહનની સુવિધા તેમજ તમામ જરૂરી તપાસો એક જ સ્થળે ઉપલબ્ધ થતાં આદિવાસી વિસ્તારના લોકો માટે પિંડવળ CHC આશાનું કેન્દ્ર બની ગયું છે. સરકાર અને સમાજસેવી સંસ્થાના સંયુક્ત પ્રયાસથી ઉભું થયેલું આ મોડેલ રાજ્યના અન્ય અંતરિયાળ વિસ્તારો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    યુ.એન. મહેતા હોસ્પિટલની ડ્રેનેજ લાઈનમાં દુર્ઘટના:ગૂંગળામણથી ફસાયેલા મજૂરોમાંથી એકને સ્થાનિકે અને બેને ફાયરબ્રિગેડે બહાર કાઢ્યા; મેયર-ચેરમેન ઘટનાસ્થળે દોડ્યા
    Next Article
    રાજકોટમાં વધુ બે પરિણીતા ઘરેલુ હિંસાનો ભોગ બની:પતિએ અગાઉ થયેલ લગ્નની હકીકત છુપાવી, નશાની હાલતમાં પત્નીને માર મારતો અને સગર્ભા હતી ત્યારે ધક્કો મારી પછાડી'તી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment