Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ₹20.84 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:બનાસકાંઠા રેન્જ પોલીસે ત્રણ આરોપીને પકડ્યા, બે ગાડી જપ્ત

    11 hours ago

    બનાસકાંઠા રેન્જ પોલીસે ડીસા રૂરલ વિસ્તારમાંથી ₹20.84 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને બે વાહનો સહિત કુલ મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ (IPS)ની સૂચના અને અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રેન્જ કચેરીના સ્ટાફને મળેલી બાતમીના આધારે આ ઓપરેશન હાથ ધરાયું હતું. ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુચાવાડાથી ગણેશપુરા ગામના પાટિયા પાસે વાહનોની વોચ ગોઠવવામાં આવી હતી. વોચ દરમિયાન કાળા કલરની વેન્યુ ગાડી આગળ અને તેની પાછળ કાળા કલરની હુંન્ડાઇ ક્રેટા ગાડી આવતી જોવા મળી હતી. પોલીસે બંને વાહનોને રોકીને તપાસ કરતાં ક્રેટા ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરના ટીન-બોટલ નંગ 1,194 મળી આવ્યા હતા, જેની કિંમત ₹4,56,942 આંકવામાં આવી છે. પોલીસે દારૂ ઉપરાંત ક્રેટા ગાડી (₹8 લાખ), વેન્યુ ગાડી (₹8 લાખ) અને ચાર મોબાઈલ ફોન (₹28 હજાર) સહિત કુલ ₹20,84,942નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પ્રકરણમાં કેતુલભાઈ સાલવી, મહેન્દ્રસિંહ વિહોલ અને હિતેષકુમાર ભીલ નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નેપાળમાં અજાણ્યા મૃતદેહોને દફનાવવાનું શરૂ, સેંકડો કબર તૈયાર:અત્યાર સુધીમાં 900થી વધુનાં મોત; આરોપ- 3 મહિના પહેલા ગ્લેશિયરની માહિતી માગી હતી, ચીને ન આપી
    Next Article
    લઠ્ઠાકાંડના 14 આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાશે:મુખ્ય સુત્રધાર ગૌતમ-રઈશ સહિત આરોપીની મેડિકલ તપાસ કરાઈ, અત્યાર સુધીમાં 37 આરોપીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment