Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળમાં અજાણ્યા મૃતદેહોને દફનાવવાનું શરૂ, સેંકડો કબર તૈયાર:અત્યાર સુધીમાં 900થી વધુનાં મોત; આરોપ- 3 મહિના પહેલા ગ્લેશિયરની માહિતી માગી હતી, ચીને ન આપી

    22 hours ago

    નેપાળમાં ભયાનક પૂર પછી અજાણ્યા મૃતદેહોને સામૂહિક રીતે દફનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ચિતવનના દેવઘાટ જંગલમાં પ્રશાશને સેંકડો કબરો ખોદી છે. અહીં એ મૃતદેહોને દફનાવવામાં આવી રહ્યા છે, જેમની ઓળખ થઈ શકી નથી અને જે વધુ સમય વિતવાના કારણે ખરાબ થવા લાગ્યા છે. છેલ્લા બે દિવસમાં 196 મૃતદેહ દફનાવવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘણા મૃતદેહ એટલી ખરાબ હાલતમાં મળ્યા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ છે. તેથી દરેક મૃતદેહ સાથે ઓળખ નંબર અને જરૂરી રેકોર્ડ રાખવામાં આવી રહ્યો છે, જેથી આગળ DNA તપાસ દ્વારા તેમની ઓળખ કરી શકાય. આ દરમિયાન 3 હજારથી વધુ લોકો હજુ પણ લાપતા છે અને તેમના પરિવાર પોતાના સ્વજનોની શોધમાં લાગેલા છે. 26 ઓગસ્ટે તિબેટમાં ગ્લેશિયર તૂટવાથી નેપાળની ભોટેકોશી અને ત્રિશૂલી નદીમાં અચાનક પૂર આવી ગયું હતું. આ આપત્તિમાં નેપાળમાં અત્યાર સુધી 903 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે તિબેટમાં મરનારાઓનો આંકડો 16 પહોંચી ગયો છે. 3 હજારથી વધુ લોકો હજુ પણ લાપતા છે. તો બીજી તરફ, આ ત્રાંસદી પહેલા ચીન તરફથી ગ્લેશિયરોના ખતરાની માહિતી શેર કરવાને લઈને સવાલો ઊઠી રહ્યા છે. 27 મેના રોજ નેપાળ અને ચીનના અધિકારીઓની બેઠક થઈ હતી. નેપાળી અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમણે ગ્લેશિયરોમાં શરૂઆતી હલચલ અને જળસ્તરની માહિતી પહેલાથી આપવાની માંગ કરી હતી, પરંતુ તેમને ચીન તરફથી એટલી માહિતી ન મળી, જેટલી તેઓ ઈચ્છતા હતા. નેપાળ હોનારતની 3 નવી તસવીરો… પળેપળની અપડેટ્સ માટે નીચે આપેલો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Vaibhav Sooryavanshi Live Streaming: Where To Watch East Zone vs Central Zone Duleep Trophy 2026
    Next Article
    ₹20.84 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:બનાસકાંઠા રેન્જ પોલીસે ત્રણ આરોપીને પકડ્યા, બે ગાડી જપ્ત

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment