Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકોને થયો મિશ્ર ઋતુનો અનુભવ:નવસારીમાં સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમી

    2 weeks ago

    નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. શહેરના મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાતા લોકોને બપોરના સમયે ગરમીમાંથી થોડી રાહત મળી છે, જોકે સવારના સમયે ગુલાબી ઠંડીનો અહેસાસ યથાવત રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસના આંકડાઓ પર નજર કરીએ તો, સોમવારે મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું હતું, જે મંગળવારે ઘટીને 33 ડિગ્રી થયું હતું. જ્યારે બુધવારે તેમાં સામાન્ય વધારો થતા પારો 33.5 ડિગ્રી પર સ્થિર થયો હતો. આમ, તાપમાનમાં થઈ રહેલા સતત ફેરફારને કારણે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના મોસમ વિભાગમાંથી મળતી માહિતી મુજબ બુધવારના રોજ લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું હતું, જેના કારણે વહેલી સવારે ઠંડક પ્રસરી હતી. હવામાં ભેજનું પ્રમાણ સવારે 91 ટકા જેટલું ઊંચું રહ્યું હતું, જે સાંજના સમયે ઘટીને 39 ટકા નોંધાયું હતું. દિવસ દરમિયાન પવન પ્રતિ કલાક 3.5 કિ.મી.ની ઝડપે દક્ષિણ-પશ્ચિમ દિશામાં ફૂંકાયો હતો. હાલમાં નવસારીવાસીઓ સવારે ઠંડક અને બપોરે ગરમી એમ બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે. હવામાનમાં આવતા આ બદલાવને કારણે વાયરલ બિમારીનું પ્રમાણ વધવાની શક્યતા જોતા આરોગ્ય બાબતે સાવચેતી રાખવી જરૂરી બની ગયું હોય એવું જણાય છે.
    Click here to Read More
    Previous Article
    પડતર માંગ મુદ્દે આંગણવાડીના કર્મચારીઓમાં રોષ:નવસારી જિલ્લામાં 900 જેટલી આંગણવાડીઓ બુધવારે બંધ
    Next Article
    ગેસ અછતની અસર:વાંસદામાં કોમ. સિલિન્ડર ન મળતા હોટલો લાકડા તથા કોલસાની ભઠ્ઠીઓ ઉપર નિર્ભર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment