Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેસ અછતની અસર:વાંસદામાં કોમ. સિલિન્ડર ન મળતા હોટલો લાકડા તથા કોલસાની ભઠ્ઠીઓ ઉપર નિર્ભર

    2 weeks ago

    વાંસદા તાલુકામાં કોમર્શિયલ ગેસમાં ભાવ વધારો થતા હોટલ માલિકો મૂંઝવણમાં મુકાયા છે. હાલમાં કોમર્શિયલ ગેસના સિલિન્ડર નહી મળતા હોવાથી હોટલ માલિકો ગેસની અછતને પહોંચી વળવા કોલસા અને લાકડાની ભઠ્ઠીઓ પર નિર્ભર રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. વાંસદા તાલુકામાં જ્યારથી કોમર્શિયલ ગેસના સિલિન્ડર મળવાના બંધ થયા ત્યારથી હોટલ માલિકો મૂંઝવણમાં મુકાયા છે. હાલમાં ગેસની અછતને પહોંચી વળવા માટે ઘણી હોટલોમાં ફરી કોલસા અને લાકડાની ભઠ્ઠીઓ પર નિર્ભર રહેવાનો વારો આવ્યો છે. જેના લીધે સંચાલન ખર્ચમાં પણ વધારો થશે. હાલમાં ઘણી ગેસ કંપનીઓ પાસે કોર્શિયલ ગેસ પુરવઠાની અછતના કારણે હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં સંકટ છવાયું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો થયો હોય હોટલ માલિકો ઉપર બોજ વધ્યો છે. લાકડાની ભઠ્ઠીઓ ઉપર કામગીરી શરૂ કરાઇ છે વાંસદા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કોમર્શિયલ સિલિન્ડર મળવાના બંધ થયા છે ત્યારથી હાડમારી વધી ગઇ છે. હાલમાં લાકડાની ભઠ્ઠીઓ ઉપર કામગીરી શરૂ કરી છે. > દોલારામ ચૌધરી, હોટલ માલિક, વાંસદા
    Click here to Read More
    Previous Article
    લોકોને થયો મિશ્ર ઋતુનો અનુભવ:નવસારીમાં સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમી
    Next Article
    ટપાલ વિભાગ દ્વારા યોજાઈ પત્રલેખન સ્પર્ધા:“ઢાઈ અખર” સ્પર્ધામાં એ. બી. સ્કૂલના છાત્રની પ્રતિભાને રાષ્ટ્રીય મંચે મળી ઓળખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment