Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટપાલ વિભાગ દ્વારા યોજાઈ પત્રલેખન સ્પર્ધા:“ઢાઈ અખર” સ્પર્ધામાં એ. બી. સ્કૂલના છાત્રની પ્રતિભાને રાષ્ટ્રીય મંચે મળી ઓળખ

    2 weeks ago

    નવસારીના પરતાપોર સ્થિત એ.બી.સ્કૂલના વિદ્યાર્થીઓએ ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા આયોજિત “ઢાઈ અખર” રાષ્ટ્રીય કક્ષાની પત્રલેખન સ્પર્ધા 2025-26માં ઉત્સાહભેર ભાગ લઈ શાળાનું નામ ગૌરવપૂર્ણ રીતે ઉજ્જવળ બનાવ્યું છે. હસ્તલેખન, અભિવ્યક્તિ, સર્જનાત્મકતા અને મૂલ્યઆધારિત વિચારશક્તિને પ્રોત્સાહન આપતી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં શાળાના અનેક વિદ્યાર્થીઓએ ઉમંગભેર સહભાગીતા નોંધાવી હતી. આજના ડિજિટલ યુગમાં હસ્તલેખન અને પત્રલેખનની પરંપરા જાળવી રાખવા સાથે વિદ્યાર્થીઓના વિચારોની મૌલિકતા, લાગણીસભર અભિવ્યક્તિ અને સર્જનાત્મક શક્તિને પ્રગટ કરવા માટે ટપાલ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલો આ પ્રયાસ અત્યંત પ્રશંસનીય છે. એ. બી. સ્કૂલ પણ આવા પ્રયત્નોને હૃદયપૂર્વક આવકારે છે અને માને છે કે આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સ્પર્ધામાં ધોરણ-9માં અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થી રુદ્ર નીરવ નાયકે પોતાના ઉત્તમ લેખનકૌશલ્ય અને વિચારસભર રજૂઆતના બળે ગુજરાત સર્કલ કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને શાળા તેમજ સમગ્ર પરતાપોર શાળા પરિવાર માટે ગૌરવની લાગણી સર્જી છે. આ નોંધપાત્ર સિદ્ધિ બદલ તે રૂ.10,000ના ઇનામનો હકદાર બન્યો છે. વિદ્યાર્થી રુદ્ર નીરવ નાયકની આ ગૌરવસભર સિદ્ધિ બદલ શાળા પરિવારમાં આનંદ અને ગર્વની લાગણી વ્યાપી છે. શાળાના ટ્રસ્ટીઓ, આચાર્યશ્રી તથા શિક્ષકમિત્રોએ રુદ્રને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગેસ અછતની અસર:વાંસદામાં કોમ. સિલિન્ડર ન મળતા હોટલો લાકડા તથા કોલસાની ભઠ્ઠીઓ ઉપર નિર્ભર
    Next Article
    વાંસદા ગેસ સિલિન્ડર મુદ્દે વિવાદનું ઘર બન્યુ:વાંસદામાં ગેસ સિલિન્ડર મેળવવા જરૂરી ‎OTP નહીં મળતા ગ્રાહકોની કતાર લાગી‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment