Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેપિડોથી પાર્સલ મોકલ્યા બાદ યુવતીને કડવો અનુભવ:ફોન પર OTPના અઢળક મેસેજ આવ્યા, ફેક આઈડી બનાવી અશ્લીલ લખાણ લખ્યું; પૈસા-આઇફોનની માગ કરી

    15 hours ago

    અમદાવાદના નવરંગપુરામાં રહેતી આઈટી એન્જિનિયર યુવતીને રેપિડોથી પાર્સલ મોકલ્યા બાદ ભાડા બાબતે ડિલિવરી બોય સાથે માથાકૂટ થઈ હતી. ઝગડા બાદ યુવતીને અલગ-અલગ નંબર પરથી OTPના અઢળક મેસેજ આવ્યા હતા. યુવતીના નામથી ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી તેનો ફોટો ડીપીમાં મૂકી અજાણ્યા શખસે યુવતીના ફોટા સ્ટોરીમાં મૂકીને અશ્લીલ લખાણ પણ લખ્યા હતાં. એટલું જ નહીં અજાણ્યા શખસે પૈસા અને આઇફોનની પણ માંગણી કરી હતી, જે અંગે યુવતીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ડિલિવરી બોયે યુવતીના ઘરે જઈ ખરાબ વર્તન કર્યું ગત 23 મેના રોજ યુવતીએ રેપિડો એપ્લિકેશન મારફતે પાર્સલ મોકલ્યું હતું અને ભાડાના રૂ.77 ગુગલ પેથી ચૂકવ્યા હતા. ડિલિવરી બોયે ડિલિવરી કર્યા બાદ યુવતી પાસે પૈસા માંગ્યા, ત્યારે યુવતીએ ગુગલ પેનો સ્ક્રીન શોર્ટ ડિલિવરી બોયને મોકલ્યો હતો, છતાં ડિલિવરી બોયે પૈસા ન મળ્યા હોવાનું કહીને યુવતીના ઘરે પહોંચી ગયો હતો. ડિલિવરી બોયના ખરાબ વર્તન બદલ યુવતીએ રેપિડોમાં ફરિયાદ કરી હતી. સાયબર બુલિંગ અને ફેક આઈડી બનાવી ધમકી આપી 23 મેના ઝગડા બાદ 26 મેના રોજ યુવતીના ફોન પર અલગ-અલગ નંબરથી રેપિડો અને અન્ય કંપનીના OTP આવવા લાગ્યા હતા. યુવતી જે કંપનીમાં કામ કરતી તે કંપનીમાં બિઝનેસ માટેના ફોર્મ ભર્યા હતાં, જેમાં પર્સનલ ડિટેઇલમાં અશ્લીલ શબ્દો લખ્યા હતા. એટલું જ નહીં યુવતીને તેના ભળતાં નામથી ઇમેલ આવ્યો હતો, જેમાં પણ અશ્લીલ મેસેજ કર્યા હતા. થોડા દિવસ બાદ યુવતીના નામથી ફેક આઇડી બન્યું, જેમાં તેણીના ફોટાનો ઉપયોગ કરી ડીપી મૂકવામાં આવ્યો હતો. યુવતીના ફોટાથી સ્ટોરી મૂકી અશ્લીલ લખાણ પણ લખ્યું હતું. રૂ.77 હજાર અને આઇફોનની માગણી કરી યુવતીએ તેના આઈડીથી ફેક આઇડીમાં મેસેજ કરી 'તારે શું જોઈએ છે?' પૂછતા સામે વાળા વ્યક્તિએ યુવતીને કહ્યું કે, માફી મંગાવી પડશે, 77 હજાર રૂપિયા અને એક આઇફોન લઈ આપવો પડશે. જો પૈસા ન આપે તો યુવતીના ફોટા અને લખાણ તેના મિત્રોને મેસેજ કરશે. આ પ્રકારની માંગણી કરતા યુવતીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    કેરળ વાઇસ ચાન્સેલર બોલ્યા-વંદે માતરમના વિરોધીઓની માતાને નથી જાણતા:માતા-પિતા બાળકોને આદર્શ નાગરિક બનાવે; વિદ્યાર્થી સંગઠનોએ RSS એજન્ડા વધારવાનો આરોપ લગાવ્યો
    Next Article
    કૌટુંબિક ભાભી સાથેના પ્રેમસંબંધમાં યુવાન પર હૂમલો:રાજકોટના ઢાંઢણી ગામે પરિણીત પ્રેમિકાને છૂપાઈને રાત્રિના મળવા પહોંચેલા યુવાનને પરિવારે સળિયાથી માર માર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment