Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૌટુંબિક ભાભી સાથેના પ્રેમસંબંધમાં યુવાન પર હૂમલો:રાજકોટના ઢાંઢણી ગામે પરિણીત પ્રેમિકાને છૂપાઈને રાત્રિના મળવા પહોંચેલા યુવાનને પરિવારે સળિયાથી માર માર્યો

    16 hours ago

    રાજકોટ તાલુકાના ઢાંઢણી ગામે કૌટુંબીક ભાભી સાથેના પ્રેમસંબંધની જાણ પરિવારજનોને થતાં યુવકને માર માર્યાની ઘટના સામે આવી છે. આજીડેમ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ યુવક ભાભીને મળવા રાત્રિના સમયે તેના ઘરે પહોંચ્યો હતો. દરમિયાન પરિવારજનોને જાણ થતાં યુવક સાથે બોલાચાલી બાદ હુમલો કરવામાં આવ્યો હતો. અલ્પેશભાઈ વઘેરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ છેલ્લા ત્રણેક વર્ષથી કૌટુંબીક ભાભી અંજુબેન સાથે પ્રેમસંબંધ ધરાવતા હતા અને બંને વચ્ચે વાતચીત તથા મુલાકાત થતી હતી. તા.14 ઓગસ્ટની રાત્રે તેઓ અંજુબેનને મળવા તેમના ઘરે ગયા હતા. આ દરમિયાન ઘરના સભ્યોને જાણ થતાં પુંજાભાઈ વઘેરાએ લોખંડના સળિયા વડે માથાના ભાગે માર માર્યાનો આક્ષેપ છે. ફરિયાદમાં વધુ જણાવ્યા મુજબ, અંજુબેનના પતિ મુકેશે પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. જ્યારે સાસુ અને નણંદે ગાલ પર ફડાકા માર્યા હતા. સળિયાના ઘા વાગતાં માથામાંથી લોહી નીકળતાં પરિવારના અન્ય સભ્યએ વચ્ચે પડી છોડાવ્યો હતો. બાદમાં યુવકને પરિવારજનો ઘરે લઈ જતા પુંજાભાઈ તથા મુકેશે ફરી ઘરે આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ પહોંચી ગઈ હતી અને યુવકને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. ઇજાગ્રસ્ત યુવકે 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. માથામાં થયેલી ઇજાને પગલે ડ્રેસિંગ કરી પાટો બાંધવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સમગ્ર મામલે યુવકે પુંજાભાઈ, મુકેશ સહિતના પરિવારજનો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રેપિડોથી પાર્સલ મોકલ્યા બાદ યુવતીને કડવો અનુભવ:ફોન પર OTPના અઢળક મેસેજ આવ્યા, ફેક આઈડી બનાવી અશ્લીલ લખાણ લખ્યું; પૈસા-આઇફોનની માગ કરી
    Next Article
    રેડ ક્રોસ આરોગ્ય ભવનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી:ચેરમેન અતુલભાઈ કાનાબાર સહિતના સભ્યોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment