Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેડ ક્રોસ આરોગ્ય ભવનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી:ચેરમેન અતુલભાઈ કાનાબાર સહિતના સભ્યોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરાયું

    17 hours ago

    ગીર સોમનાથ જિલ્લા શાખાના ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના આરોગ્ય ભવન ખાતે ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ભારતનો ૮૦મો સ્વતંત્રતા દિવસ હર્ષોલ્લાસપૂર્વક ઉજવાયો. આ પ્રસંગે કમિટીના સભ્યો અને સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમનો પ્રારંભ રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ'ના ગાન સાથે થયો હતો. ત્યારબાદ ધ્વજવંદન કરવામાં આવ્યું અને રાષ્ટ્રીય ગાન 'જન ગણ મન' ગાઈને દેશના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. આ અવસરે ચેરમેન એમિરેટસ કિરીટભાઈ ઉનડકટ દ્વારા પ્રેરણાદાયી પ્રવચન આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ ઉજવણીમાં ચેરમેન અતુલભાઈ કાનાબાર, વાઇસ ચેરમેન કમલેશભાઈ ફોફંડી, ટ્રેઝરર સમીરભાઈ ચંદ્રાણી, રાજેશભાઈ પટેલ, મુકેશભાઈ ચગ, નરેન્દ્રભાઈ ટહેલરામાણી, ભાવેશ મહેતા, મહેશભાઈ શાહ અને ધવલભાઈ સિંધલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ડો. ખેવનાબેન કારાવડીયા, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના વિવિધ વિભાગોના સ્ટાફ સભ્યો અને મગનભાઈ ભચાણીએ પણ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. સૌએ સાથે મળીને દેશપ્રેમના આ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હોવાનું અનિસ રાચ્છ વેરાવળ જોઇન્ટ સેક્રેટરી રેડ ક્રોસ તરફથી એક યાદીમાં જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    કૌટુંબિક ભાભી સાથેના પ્રેમસંબંધમાં યુવાન પર હૂમલો:રાજકોટના ઢાંઢણી ગામે પરિણીત પ્રેમિકાને છૂપાઈને રાત્રિના મળવા પહોંચેલા યુવાનને પરિવારે સળિયાથી માર માર્યો
    Next Article
    જામનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા આયોજન:મહિલા સશક્તિકરણ અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી એક્ઝિબિશન યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment