Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા આયોજન:મહિલા સશક્તિકરણ અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી એક્ઝિબિશન યોજાયો

    18 hours ago

    જામનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર-કચ્છ મહિલા પાંખ દ્વારા ત્રીજા 'એક્ઝિબિશન કમ સેલ'નો પ્રારંભ રણજીત નગર, પટેલ સમાજ ખાતે કરવામાં આવ્યો છે. મેયર સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ બે દિવસીય કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. આ પ્રદર્શન-સહ-વેચાણ શનિવાર અને રવિવાર, તા. ૧૫-૧૬ના રોજ સવારે ૯ થી રાત્રે ૯ વાગ્યા સુધી યોજાશે. મહિલા સશક્તિકરણ અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજિત આ પ્રોજેક્ટમાં ૧૫૦ જેટલા મહિલા સંચાલિત સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે. અહીં વિવિધ ગૃહ ઉપયોગી અને હસ્તકળાની ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે. આ પ્રદર્શન-સહ-વેચાણ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેનભાઇ મોનાણી, ભાજપ મહિલા પ્રમુખ બીનાબેન કોઠારી અને કલેક્ટર પી.બી. પંડયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શહેરના બહોળા પ્રમાણમાં નગરજનોએ પણ મુલાકાત લઈને મહિલા સાહસિકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ સફળ આયોજન જામનગર જિલ્લા-શહેર સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર-કચ્છનાં મહિલા જિલ્લા પ્રમુખ મનીષાબેન સુબડ અને જિલ્લા મહામંત્રી વૈશાલીબેનના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર-કચ્છ જિલ્લા પ્રમુખ આશિષભાઇ જોષી, શહેર પ્રમુખ હીરેનભાઇ કનૈયા સહિતની વરિષ્ઠ અને યુવા ટીમ પણ જોડાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    રેડ ક્રોસ આરોગ્ય ભવનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી:ચેરમેન અતુલભાઈ કાનાબાર સહિતના સભ્યોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરાયું
    Next Article
    ભોજદે ગીરના 'કેરીના રિટ્રીટ રિસોર્ટ'ની આડમાં જુગારધામ ઝડપાયું:ગીર સોમનાથ LCBની રેડ; અમદાવાદના 9 જુગારી સહિત મેનેજર પકડાયો; ₹6.67 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment