Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભોજદે ગીરના 'કેરીના રિટ્રીટ રિસોર્ટ'ની આડમાં જુગારધામ ઝડપાયું:ગીર સોમનાથ LCBની રેડ; અમદાવાદના 9 જુગારી સહિત મેનેજર પકડાયો; ₹6.67 લાખનો મુદ્દામાલ જપ્ત

    18 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં શ્રાવણ માસ દરમિયાન ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ક્રમમાં, ભોજદે ગીર વિસ્તારમાં એક રિસોર્ટની આડમાં ચાલતા જુગારધામ પર LCB અને તાલાલા પોલીસે સંયુક્ત દરોડા પાડ્યા હતા. પોલીસે અમદાવાદના 9 જુગારીઓ અને રિસોર્ટ મેનેજર મળી કુલ 10 ઈસમોને ઝડપી પાડ્યા છે અને સ્થળ પરથી રોકડ તથા મોબાઈલ સહિત ₹6,67,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રિસોર્ટના ત્રીજા માળે તીનપત્તી રમતા ઝડપાયા ગીર સોમનાથ LCBને મળેલી ચોક્કસ બાતમીના આધારે તાલાલા પોલીસ અને LCBની ટીમે ભોજદે ગીરની સીમમાં આવેલા 'કેરીના રિસોર્ટ' પર દરોડો પાડ્યો હતો. આ રિસોર્ટના ત્રીજા માળે આવેલા રૂમ નંબર 302માંથી 9 ઈસમોને તીનપત્તીનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. અમદાવાદના જુગારીઓ અને ઉનાના મેનેજર સામે ગુનો પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા તમામ 9 જુગારીઓ અમદાવાદના હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૂળ ઉના તાલુકાના નવા બંદર ગામના રહેવાસી અને રિસોર્ટના મેનેજર વિમેશ લાલજી વાઢેરની પણ ધરપકડ કરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે મેનેજર બહારથી જુગારીઓને બોલાવી સગવડ આપતો હતો અને તેમની પાસેથી 'નાલ' વસૂલતો હતો. આ અંગે તાલાલા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓના નામ જાહેર કરાયા આ કેસમાં રિસોર્ટ મેનેજર વિમેશ લાલજી વાઢેર ઉપરાંત અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારના રહેવાસી તૃષ વિષ્ણુભાઈ પટેલ, સુરેશ મોહનભાઈ પટેલ, મયુર વાડીભાઈ પટેલ, કેનિત રાજેશભાઈ આચાર્ય, રોનક લાલાભાઈ પંચાલ, તેજસ આંબાલાલ પટેલ, મનીષ રતીભાઈ પટેલ, ભાવિન રાજેશભાઈ પટેલ અને દર્શન રસિકભાઈ પટેલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. પ્રતિબંધિત વિસ્તારમાં ચાલતી પ્રવૃત્તિથી સવાલો ઊભા થયા ભોજદે ગીર જંગલની નજીકનો સંવેદનશીલ વિસ્તાર છે, જ્યાં વાણિજ્યિક પ્રવૃત્તિઓ અંગે પ્રતિબંધો લાગુ છે. આવા પ્રતિબંધિત વિસ્તારમાં રિસોર્ટમાં જુગારધામ ચાલતું હોવાના ખુલાસાથી તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. તંત્રના કડક પગલાં છતાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલુ તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાની કાર્યવાહી હેઠળ 20થી વધુ રિસોર્ટ અને ફાર્મ હાઉસ સીલ કરાયા હતા, જ્યારે 54થી વધુ શરતભંગના આદેશ કરાયા હતા. આ કડક પગલાં છતાં રિસોર્ટમાં જુગારની પ્રવૃત્તિ ઝડપાતા પ્રવાસનના નામે ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસની નજર વધુ કડક બને તેવી શક્યતા છે. દરોડાથી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ શ્રાવણ માસ દરમિયાન યાત્રિકો અને પ્રવાસીઓની અવરજવર વધતી હોય છે, ત્યારે ગીર વિસ્તારમાં રિસોર્ટની આડમાં ચાલતી આવી પ્રવૃત્તિઓ સામે તંત્ર દ્વારા વધુ કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. LCBના આ દરોડાથી ગીર વિસ્તારમાં ચાલતા ગોરખધંધાઓમાં સંડોવાયેલા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા આયોજન:મહિલા સશક્તિકરણ અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી એક્ઝિબિશન યોજાયો
    Next Article
    ન્યૂ VIP રોડ પર આઈફોન આંચકી બે ગઠિયા ફરાર:મોડીરાત્રે વોકિંગ પર નિકળેલા વિદ્યાર્થીને પલ્સર બાઈક સવારોએ નિશાન બનાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment