Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ન્યૂ VIP રોડ પર આઈફોન આંચકી બે ગઠિયા ફરાર:મોડીરાત્રે વોકિંગ પર નિકળેલા વિદ્યાર્થીને પલ્સર બાઈક સવારોએ નિશાન બનાવ્યો

    19 hours ago

    વડોદરાના ન્યૂ વી.આઈ.પી. રોડ પર મોડી રાત્રે વોકિંગ કરી રહેલા ખાનગી યુનિવર્સિટીના 21 વર્ષીય વિદ્યાર્થીના હાથમાંથી બાઈક પર આવેલા બે અજાણ્યા ગઠિયા આઈફોન ઝૂંટવીને ફરાર થઈ ગયા છે. આ બનાવ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા બાઈક સવારો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વોકિંગ દરમિયાન પાછળથી આવી આઈફોન આંચકી લીધો આજવા રોડ સ્થિત સરદાર એસ્ટેટ પાછળ રામનગરમાં રહેતો અને વાઘોડિયાની ખાનગી યુનિવર્સિટીમાં M.Sc.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગત 29મી જુલાઈના રોજ મોડી રાત્રે આશરે 12:00 વાગ્યે ઘરેથી વોકિંગ માટે નીકળ્યો હતો. તે રઘુકુળ સ્કૂલ પાસેથી ન્યૂ વી.આઈ.પી. રોડ તરફ ફોન પર વાત કરતાં-કરતાં જતો હતો તે સમયે પાછળથી પલ્સર બાઈક પર મોઢે રૂમાલ બાંધેલા બે અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા અને પાછળ બેઠેલા શખ્સે તેના હાથમાંથી આઈફોન આંચકી લીધો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસની તપાસ બાઈકની સ્પીડ વધુ હોવાથી વિદ્યાર્થી વાહનનો નંબર જોઈ શક્યો નહોતો. બનાવ સંદર્ભે યુવકે ઓનલાઇન ઈ-એફ.આઈ.આર. કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં રૂબરૂ ફરિયાદ આપતાં પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ભોજદે ગીરના 'કેરીના રિટ્રીટ રિસોર્ટ'ની આડમાં જુગારધામ ઝડપાયું:ગીર સોમનાથ LCBની રેડ; અમદાવાદના 9 જુગારી સહિત મેનેજર પકડાયો; ₹6.67 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    "I'm Not an Insecure Person": Sunny Deol On Darr Anger, Shah Rukh Khan And The Jeans He Tore in 1993

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment