Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લઠ્ઠાકાંડના 14 આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાશે:મુખ્ય સુત્રધાર ગૌતમ-રઈશ સહિત આરોપીની મેડિકલ તપાસ કરાઈ, અત્યાર સુધીમાં 37 આરોપીની ધરપકડ

    11 hours ago

    ભાવનગરમાં લઠ્ઠાકાંડમાં 14 આરોપીના રિમાન્ડ આજે પૂર્ણ થતા હોવાથી કોર્ટમાં રજૂ કરાશે. એ પહેલા 30 ઓગસ્ટે સાંજે મુખ્ય સુત્રધાર ગૌતમ સોલંકી, મધ્યપ્રદેશના રઈસ સહિત તમામ 14 આરોપીને મેડિકલ તપાસ માટે સર ટી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તો આ તરફ SMCના આઈજીપી ગગનદીપ ગંભીર પણ ભાવનગર પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. લઠ્ઠાકાંડમાં 13 લોકોના મોત જિલ્લાના વરતેજ સ્થિત આંબલી ફળીયામાં રહેતા ગૌતમ સોલંકીએ મધ્યપ્રદેશના મોહમ્મદ રઈશ અંસારી અને તેના સાગરીતો પાસેથી રો-મટીરીયલ મંગાવીને ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવ્યો હતો. આ ઝેરી દારૂના સેવનથી 61 લોકોની તબિયત લથડી હતી, જેમાંથી 13 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને વરતેજ પોલીસ મથકમાં 21 શખસો સામે ગુનો નોંધાયો હતો. અત્યાર સુધીમાં આ કેસમાં 37 આરોપીની ધરપકડ કેસની ગંભીરતાને ધ્યાને રાખીને તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના એસપી મયુરસિંહ ચાવડા અને તેમની ટીમે સંભાળી હતી. SMCએ મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી અને ઉજ્જૈનથી ઝડપાયેલા રઈશ અંસારી સહિત અત્યાર સુધીમાં 37 આરોપીની ધરપકડ કરી છે. SMCના IGP ભાવનગર પહોંચ્યા હતા ગૌતમ સોલંકી અને રઈશ સહિત પ્રથમ તબક્કે પકડાયેલા 14 આરોપીઓના રિમાન્ડ આજે પૂરા થતાં હોવાથી SMC દ્વારા તેમને બપોરે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટમાં રજૂ કરતા પૂર્વે ગત રાત્રે તમામ આરોપીઓને મેડિકલ તપાસ અર્થે ભાવનગરની સર. ટી. હોસ્પિટલ લઈ જવાયા હતા. બીજી તરફ, તપાસને વધુ વેગ આપવા માટે SMCના આઈજીપી ગગનદીપ ગંભીર ગઈકાલે ફરી ભાવનગર પહોંચ્યા હતા અને તપાસનો દોર સંભાળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ₹20.84 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:બનાસકાંઠા રેન્જ પોલીસે ત્રણ આરોપીને પકડ્યા, બે ગાડી જપ્ત
    Next Article
    ટ્રાફિક થતા CTM એક્સપ્રેસ-વે પાસે રોડની વધુ એક લેન બનાવાશે!:બસોની વધુ અવરજવરના પગલે ટ્રાફિકની સમસ્યા, MLA અને AMCએ હાઇવે ઓથોરિટી પાસેથી જગ્યા માગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment