Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાફિક થતા CTM એક્સપ્રેસ-વે પાસે રોડની વધુ એક લેન બનાવાશે!:બસોની વધુ અવરજવરના પગલે ટ્રાફિકની સમસ્યા, MLA અને AMCએ હાઇવે ઓથોરિટી પાસેથી જગ્યા માગી

    11 hours ago

    અમદાવાદમાં દિન પ્રતિદિન વધતી જતી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી છે, જેના માટે રોડની ડિઝાઈનમાં ફેરફારથી લઈને પોલીસની હાજરી અને દબાણો દૂર કરવાને લઈ આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરના પૂર્વ વિસ્તારમાં સીટીએમ ખાતે એક્સપ્રેસવે નજીક બહારગામ લોકો વધુ જતા હોય છે તેના કારણે ખાનગી લક્ઝરી ગાડીઓ તેમજ એસટી બસોની અવર-જવર વધુ હોય છે જેથી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે રોડમાં વધુ એક લેન બનાવવા માટે નિર્ણય લેવાયો છે. જેના માટે નેશનલ હાઈવે ઓથોરિટીની જગ્યા મેળવવા મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તેમજ સ્થાનિક ધારાસભ્ય દ્વારા હાઇવે ઓથોરિટીને પત્ર લખી જગ્યાની માગણી કરવામાં આવશે. MLA અને AMCના અધિકારીઓએ સ્થળે વિઝીટ કરી સીટીએમ એક્સપ્રેસ વે પાસે દરરોજના મોટી સંખ્યામાં મુસાફરો આવતા હોય છે, દક્ષિણ ગુજરાત તરફ જતી તમામ એસટી બસો પણ સીટીએમ થઈને જાય છે ત્યારે બસોની અવરજવર તેમજ ખાનગી ટ્રાવેલ્સ તેમજ ગાડીઓના ચાલકો ટ્રાફિક કરતાં હોય છે. આ સમસ્યાનું સમાધાન લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના ઉચ્ચ અધિકારીઓ, ટ્રાફિક ડીસીપી અને અમરાઈવાડીના ધારાસભ્ય દ્વારા સ્થળ વિઝીટ કરવામાં આવી હતી. એસટી બસો માટે અલગથી એક લેન તૈયાર કરવા વિચારણા એક્સપ્રેસ વે પાસે એસટી બસના બસ સ્ટેન્ડ પાસે વધારે ટ્રાફિક થતો હોય છે રોડ ઉપર જ બસ સ્ટેન્ડ આવેલું હોવાથી પાછળથી આવતા વાહનોને ઉભો રહી જવું પડે છે, તેમ જ એક બાદ એક એસટી બસો વધુ આવતી હોવાથી પણ ટ્રાફિક સર્જાતો હોય છે. ત્યારે કોર્પોરેશન અને પોલીસ દ્વારા થર્ડ પર તપાસ કરી એક રોડની અલગથી લેન બનાવી શકાય તે પ્રકારની વિચારણા હાથ ધરવામાં આવી છે. એસટી બસો સરળતાથી ઉભી રહી શકે અને ટ્રાફિક ન થાય તેમ જ બીજો વાહન વ્યવહાર સરળતાથી એક્સપ્રેસવે તરફ અને નારોલ બાજુ જઈ શકે તેના માટે એસટી બસો માટે અલગથી એક લેન તૈયાર થાય તે પ્રકારે વિચારણા કરવામાં આવી છે. MLA અને AMCએ હાઇવે ઓથોરિટી પાસેથી જગ્યા માગી હાલમાં એક્સપ્રેસ-વેના વળાંક પાસે જે રોડ આવેલો છે તેની બાજુમાં ત્રિકોણ પ્રકારની જગ્યા આવેલી છે તે જગ્યા નેશનલ હાઈવે ઓથોરિટીની છે તે જગ્યામાં અલગથી લેન તૈયાર કરવામાં આવે તો એસટી બસો અને ભારે વાહન સિવાય અન્ય વાહનો ત્યાંથી સરળતાથી જઈ શકે છે. જોકે આ જગ્યા નેશનલ હાઈવે ઓથોરિટીના હસ્તગત હોવાના કારણે હવે અમરાઈવાડીના ધારાસભ્ય ડો. હસમુખ પટેલે આ જગ્યા મેળવવા ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશનને હાઇવે ઓથોરિટીને પત્ર લખી મેળવવા જણાવ્યું છે. જરૂર જણાય તેઓ દ્વારા પણ આ બાબતે પત્ર લખી જાણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    લઠ્ઠાકાંડના 14 આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાશે:મુખ્ય સુત્રધાર ગૌતમ-રઈશ સહિત આરોપીની મેડિકલ તપાસ કરાઈ, અત્યાર સુધીમાં 37 આરોપીની ધરપકડ
    Next Article
    નેપાળ પૂરમાં અત્યાર સુધી 919ના મોત:4200થી વધુ લોકો ગુમ; અજાણ્યા મૃતદેહોને દફનાવવાનું શરૂ, સેંકડો કબરો તૈયાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment