Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં ગુમ થયેલું પાકીટ રોકડ સાથે પરત મળ્યું:બોટાદ ટાઉન પોલીસે ₹20,000 અને જરૂરી દસ્તાવેજો સાથે અરજદારને પાકીટ સોંપ્યું

    13 hours ago

    બોટાદ ટાઉન પોલીસની સર્વેલન્સ ટીમે એક અરજદારનું ગુમ થયેલું પાકીટ શોધી કાઢી તેને પરત કર્યું છે. આ પાકીટમાં ₹20,000 રોકડા અને કેટલાક મહત્વના દસ્તાવેજો હતા. પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માની સૂચનાથી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના PSI એન.વી. વસાવાએ સર્વેલન્સ ટીમો બનાવી હતી. આ ટીમો બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને માર્કેટ જેવા ભીડવાળા વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી રહી હતી. પેટ્રોલીંગ દરમિયાન, SBI બેંકના કર્મચારી સાદીકભાઈ કોઠારીયાને એક પાકીટ મળ્યું હતું, જે તેમણે પોલીસને સોંપ્યું. ASI અરવિંદભાઈ મકવાણાએ આ પાકીટ દિલીપભાઈ પ્રભુભાઈ પરમાર (રહે. ખોડીયારનગર-૧, અણીયાળીરોડ, બોટાદ) ને પરત આપ્યું. આ કામગીરીમાં PSI વી.સી. ભરવાડ, અ.પો.કો. શિવરાજસિંહ પરમાર અને અ.પો.કો. સતુભા તુવર સહિતના અધિકારીઓ અને સ્ટાફ જોડાયા હતા. પોલીસે 'તેરા તુજકો અર્પણ' સૂત્રને સાર્થક કર્યું.
    Click here to Read More
    Previous Article
    '5 વર્ષમાં સેમી કન્ડક્ટરનું માર્કેટ 150 બિલિયન ડોલર થશે':સુધીર નાયકે કહ્યું-યુવાનો સ્ટાર્ટ અપ શરુ કરો, મોટા બજારના માલિક બનો; 24થી 27 ડિસેમ્બર વડોદરામાં ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો
    Next Article
    રાજુલામાં પ્રાંત અધિકારીનો સપાટો, 15થી વધુ હોટલોમાં ફૂડ ચેકિંગ:દિવાળી પહેલાં ટીમો બનાવી તપાસ કરાઈ, અખાદ્ય પનીરનો નાશ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment