Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    '5 વર્ષમાં સેમી કન્ડક્ટરનું માર્કેટ 150 બિલિયન ડોલર થશે':સુધીર નાયકે કહ્યું-યુવાનો સ્ટાર્ટ અપ શરુ કરો, મોટા બજારના માલિક બનો; 24થી 27 ડિસેમ્બર વડોદરામાં ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો

    12 hours ago

    હું શ્વાસ પણ સેમી કન્ડક્ટરથી લવ છું અને જીવું પણ સેમી કન્ડક્ટર થકી જ છું. આ શબ્દો છે ભારતના સેમી કન્ડક્ટર મેન તરીકે ઓળખાતા સુધીર નાયકના. વડોદરામાં સેમી કન્ડક્ટર ઈન્ડસ્ટ્રીઝ અંગે તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સેમી કન્ડક્ટર ક્ષેત્રનું હબ બની ગયું છે અને આગામી પાંચ વર્ષમાં સેમી કન્ડક્ટર ઈન્ડસ્ટ્રીઝ એટલો મોટો ઉછાળો કરશે કે તેનું માર્કેટ 150 બિલિયન ડોલરથી પણ વધી જશે. હાલમાં અભ્યાસ કરતા યુવાનોને મારી એક જ સલાહ છે કે, આ ક્ષેત્રમાં સ્ટાર્ટ અપ શરુ કરો અને પોતે જ મોટા બજારના માલિક બનો. ‘સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝનું પોટેન્શિયલ જ હાલ સુધી કોઈને ખબર નથી’ વડોદરા ખાતે આગામી 24થી 27 ડિસેમ્બર દરમિયાન ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો યોજાવા જઈ રહ્યો છે. VCCI દ્વારા આ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માત્ર ગુજરાત જ નહીં દેશમાંથી ઉદ્યોગકારો અહીં આવશે. અને પોતાની પ્રોડક્ટ્સ લોકો સમક્ષ મુકશે. આ અંગેની માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં ભારતના સેમી કન્ડક્ટર મેન તરીકે ઓળખાતા સુધીર નાયક પણ ખાસ ઉપસ્થિત રહયા હતા. તેઓએ આગામી દિવસોમાં સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝનું શું ભવિષ્ય છે તે અંગેની રસપ્રદ વિગતો આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, હાલ સુધી સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝનું પોટેન્શિયલ જ કોઈને ખ્યાલ નથી. આ એક્સ્પોમાં આ પોટેન્શિયલ જોવા મળશે. 20 રૂપિયામાં 100 રૂપિયાનો બિઝનેસ શરુ કરી શકો છો સુધીર નાયકે જણાવ્યું હતું કે, આ ઈન્ડસ્ટ્રીઝમાં સરકાર ખુબ મોટી મદદ કરે છે. કેન્દ્ર સરકાર 50 ટકા અને રાજ્ય સરકાર 25 ટકા સહાય કરે છે એટલે કે તમે તમારા 20થી 30 રૂપિયામાં 100 રૂપિયાનો બિઝનેસ શરુ કરી શકો છો. આનાથી મોટી કોઈ વસ્તુ હોઈ જ ન શકે. રેતીમાંથી સેમી કન્ડક્ટર કેવી રીતે બને છે તે પણ આ એક્સ્પોમાં જોવા મળશે. ફૂલ પ્રોસેસ અહીં જોવા મળશે. આ ઉપરાંત દુનિયાની મોટી મોટી કંપનીઓના પ્રતિનિધિઓ પણ પોતાનો એક્સપિરિયન્સ અહીં શેર કરશે. દેશમાં સેમી કન્ડક્ટર ક્ષેત્રે 25 બિલિયન ડોલરનું રોકાણ દેશમાં સેમિ કન્ડક્ટર ક્ષેત્રે 25 બિલિયન ડોલરનું રોકાણ થઈ રહ્યું છે, જેમાંથી 70 ટકા રૂપિયા ગુજરાતમાં આવશે. એક સેમિ કન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટથી રાજ્યમાં સેમિ કન્ડક્ટર સાથે સંકળાયેલી ઘણી ચીજો આવશે. ગુજરાતમાં 6 પ્લાન્ટ લાગી ગયા છે, જોકે 4 પેકેજિંગનાં છે, જેમાં સેમિ કન્ડક્ટર વૅફર પર પ્રિન્ટ થાય છે. 4 યુનિટમાં ઉત્પાદન શરૂ થઈ ચૂક્યું છે. 2027માં ધોલેરામાં ટાટાનો ફેબ પ્લાન્ટ શરૂ થઈ જશે, ત્યારે સપ્લાય ચેઇન પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. સેમિ કન્ડક્ટર ઉદ્યોગથી એમએસએમઇ માટે કેટલીય તકો ઊભી થાય છે. દુનિયામાં દર 5 સેમિ કન્ડક્ટર ચિપ ડિઝાઇન કરતા એન્જિનિયરમાંથી એક ભારતીય છે. ભારતમાં હાલમાં 1.30 લાખ એન્જિનિયરો ચિપ ડિઝાઇનિંગનું કામ કરે છે. રેતીમાંથી ચીપ બનતા 45 હજાર કિમીની સફર સિલિકોન ચિપના મેન્યુફેક્ચરિંગ વિશે રસપ્રદ વાત કરતાં સુધીર નાયકે જણાવ્યું કે, રેતીમાંથી સિલિકોન ચિપ તૈયાર થાય ત્યાં સુધી તે 45 હજાર કિમીની સફર કરે છે અને 40 જેટલા દેશોના ગેટ પાસ કરે છે. આજે કોઈ પણ દેશ સેમિ કન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભરતાનો દાવો કરી શકે નહીં. ચિપ પર પ્રકાશના ઉપયોગથી સિલિકોન વૅફર પર ઝીણી-જટિલ ઇલેક્ટ્રિકલ સર્કિટની ડિઝાઇન છાપવાની ઇચિંગ ટેક્નોલોજી નેધરલેન્ડ્સની ASML કંપની પાસે જ છે. તેમણે કહ્યું કે, દેશમાં વર્ષે 25 લાખ ઇવી ટુ-વ્હીલર્સ બને છે, 2.2 લાખ ઇ-કાર બને છે. 1 ઇવીમાં 2500 ચિપ વપરાય છે અને નોન-ઇવીમાં 200 ચિપ વપરાય છે. જ્યારે વોશિંગ મશીનમાં 200થી 300 ચિપ વપરાય છે. આવા પ્લાન્ટ્સ ગુજરાતમાં શરૂ થઈ રહ્યા છે ત્યારે ચિપનો ઉપયોગ કરી પ્રોડક્ટ નહીં બનાવીએ તો પાછળ રહી જઈશું. ફિનિશ્ડ ગુડ્સની ક્ષમતા કેળવવા પર પણ તેમણે ભાર મૂક્યો હતો. હાલમાં 55 બિલિયન ડોલરનું માર્કેટ જે વધીને 150 બિલિયન ડોલર થશે સુધીર નાયકે જણાવ્યું હતું કે, હાલમાં આપણે સમુદ્રના મોજા ઉપર ચઢી રહયા છે. પીક ઉપર જવા માટે બીજા 5 વર્ષ છે. હાલમાં ભારતમાં પ્યોર સેમી કન્ડક્ટરનું 55 બિલિયન ડોલરનું માર્કેટ છે. જે આગામી 5 વર્ષમાં વધીને 150 બિલિયન ડોલર થવાનું છે. ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સનું માર્કેટ 110 બિલિયન ડોલર છે જે વધીને 500 બિલિયન ડોલર થવાનું છે તે નક્કી છે. આનાથી મોટું કોઈ માર્કેટ જ ન હોઈ શકે. સ્ટાર્ટ અપ માટે 50 કરોડ સુધીની સહાય સ્ટાર્ટ અપ માટે સરકાર મોટી પોલિસી છે. સ્ટાર્ટઅપમા 50 કરોડ સુધીની સહાય મળે છે. આ ઉપરાંત ચિપ ડિઝાઇન કરવા માટેના ટુલ્સ પણ સરકાર આપે છે. સરકારે આ ટુલ્સ ખરીદી લીધા છે. ઉપરાંત માર્ગદર્શન આપે છે. આ ઉપરાંત ચિપ બનાવ્યા બાદ તેને ફેબ્રીકેટ કરવી પડે છે. તેના માટે HCL મોહાલી જ્યાં સૌથી પહેલી ફેક્ટરી નાખવામાં આવી હતી ત્યાં તમામ સીટ ભેગી કરીને ત્યાં ફેબ્રીકેટ કરી આપવામાં આવે છે જેથી તેમાં પણ સરળતા રહે છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં પોલીસ પરિવારો માટે શરદ ઉત્સવનું આયોજન:સુરત રેન્જ IG સહિતના અધિકારીઓ ઝૂમ્યા; નવરાત્રિમાં બંદોબસ્તને કારણે ગરબાથી વંચિત રહેલા પરિવારોએ માણી મજા
    Next Article
    બોટાદમાં ગુમ થયેલું પાકીટ રોકડ સાથે પરત મળ્યું:બોટાદ ટાઉન પોલીસે ₹20,000 અને જરૂરી દસ્તાવેજો સાથે અરજદારને પાકીટ સોંપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment