Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વકીલ હિતેશ ગુપ્તા સામે નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદનો ઉગ્ર વિરોધ:વકીલોએ રેન્જ IG કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું,. મોટી સંખ્યામાં વકીલોએ ભેગા થઈ પોલીસ હાય હાયના નારા લગાવ્યા

    3 days ago

    વડોદરા શહેરના જાણીતા વકીલ હિતેશ ગુપ્તા સામે સંખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદના વિરોધમાં વડોદરાના વકીલો મોટી સંખ્યામાં એકત્ર થઈ રેન્જ આઈજીની કચેરી ખાતે પહોંચ્યા હતા. વકીલોએ સમગ્ર મામલે વિરોધ વ્યક્ત કરી ફરિયાદ અંગે યોગ્ય તપાસ કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી અને પોલીસ હાય હાયના નારા લગાવ્યા હતાઅને પોલીસ ફરિયાદ રદ્દ કરવા માંગ કરી હતી. ફરિયાદ અંગે યોગ્ય અને નિષ્પક્ષ તપાસની વકીલોની માગ વડોદરાના જાણીતા વકીલ હિતેશ ગુપ્તા સામે સંખેડા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા મામલો ગરમાયો છે. ફરિયાદના વિરોધમાં મોટી સંખ્યામાં વકીલો એકત્ર થયા હતા અને રેન્જ આઈજીની કચેરી તરફ કૂચ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન વકીલોએ જણાવ્યું હતું કે, ફરિયાદ અંગે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. વકીલોનું પ્રતિનિધિમંડળ રેન્જ આઈજી કચેરી ખાતે પહોંચ્યું હતું અને સમગ્ર મામલે રજૂઆત કરી હતી. ‘હું નાર્કો ટેસ્ટ મારા ખર્ચે કરવા તૈયાર છું’ ઉલ્લેખનીય છે, સંખેડા પોલીસ મથકે 26 વર્ષીય યુવતીએ શહેરના વકીલ, તેમના પત્ની અને જુનિયર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુષ્કર્મ અને એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. ફરિયાદ બાદ હિતેષ ગુપ્તાએ કહ્યું હતું કે, મને ફસાવવાનું કેટલાંકે ષડયંત્ર કર્યું છે. હું નાર્કો ટેસ્ટ મારા ખર્ચે કરવા તૈયાર છું. હું યુવતીને મળ્યો જ નથી.
    Click here to Read More
    Previous Article
    પાલિકાની વધુ એક સભા મુલતવી:શોકદર્શક ઠરાવ એ સત્તા પક્ષનું સૌથી મોટું હથિયાર બન્યું હોવાના આક્ષેપ, બોર્ડ બન્યા બાદ વિકાસના કામો માટે સભા થઈ નથી
    Next Article
    Hasina Extradition Comes Up During Indian Envoy's Meet With Bangladesh PM

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment