Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ભારે વરસાદ વચ્ચે દુર્ઘટના:મોટા વરાછામાં ખાળકુવાનો સ્લેબ ધસી પડતા યુવક 15 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યો, ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરાયો

    4 days ago

    સુરત શહેરમાં ભારે વરસાદની પૃષ્ઠભૂમિ વચ્ચે મોટા વરાછા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આઝાદ ફળિયામાં ઘરના વાડામાં ઉભેલા એક 20 વર્ષીય યુવક નીચેથી અચાનક જ ખાળકુવાનો ઉપરનો સ્લેબ ધસી પડ્યો હતો. જેના કારણે યુવક ક્ષણવારમાં જ 10થી 15 ફૂટ નીચે જમીનમાં પટકાયો હતો. આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવકને સહી-સલામત બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો. ઘરના વાડામાં ગયો અને અચાનક જમીન ધસી પડી મળતી વિગતો અનુસાર, મોટા વરાછામાં આવેલા શીતળા માતાના મંદિર પાસે, આઝાદ ફળિયામાં રહેતો 20 વર્ષીય અપૂર્વ દેવેન્દ્ર પટેલ પોતાના ઘરના પાછળના વાડામાં કોઈ કામ અર્થે ગયો હતો. વાડામાં એક જૂનો અને બંધ પડેલો ખાળકુવો હતો. તાજેતરમાં પડી રહેલા ભારે વરસાદના કારણે જમીનમાં ભેજ વધી જતાં અચાનક આ બંધ ખાળકુવાનો ઉપરનો ભાગ ધસી પડ્યો હતો. વાડામાં ઊભેલો અપૂર્વ કંઈ સમજે તે પહેલા જ સ્લેબના મલબા સાથે 10 થી 15 ફૂટ નીચે ઊંડા કુવામાં ખાબક્યો હતો. પુત્રને બચાવવા પિતા પણ દોડ્યા, ફાયર ટીમે મોરચો સંભાળ્યો અચાનક બનેલી આ ઘટનાથી પરિવારમાં અફરાતફરી મચી ગઈ હતી. અપૂર્વ નીચે પટકાયાની જાણ થતાં જ તેના પિતા દેવેન્દ્રભાઈ પટેલ તાત્કાલિક પુત્રની મદદ માટે વાડા તરફ દોડી ગયા હતા અને તેને બહાર કાઢવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. દરમિયાન ઘટના અંગે સ્થાનિકોએ તુરંત જ સુરત ફાયર બ્રિગેડને કોલ કરીને જાણ કરી હતી. કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવેલી ફાયરની ટીમે સૌપ્રથમ જોખમી સ્થિતિમાં ઉભેલા પિતા દેવેન્દ્રભાઈને સુરક્ષિત રીતે બાજુ પર ખસેડ્યા હતા. સીડી મૂકીને યુવકનું રેસ્ક્યૂ, 108 દ્વારા પ્રાથમિક સારવાર ત્યારબાદ ફાયરના જવાનોએ સમય સૂચકતા વાપરી ખાળકુવામાં ખાસ સીડી ઉતારી હતી. ફાયર લાશ્કરોએ ભારે જહમત બાદ 15 ફૂટ ઊંડા કુવામાંથી અપૂર્વને સહી-સલામત બહાર કાઢ્યો હતો. જોકે, ઉપરથી સ્લેબ સાથે નીચે પટકાવાને કારણે તેને શરીરના ભાગે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. સ્થળ પર જ હાજર 108 એમ્બ્યુલન્સના મેડિકલ સ્ટાફે ઇજાગ્રસ્ત અપૂર્વને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ખસેડ્યો હતો. ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર, સમયસર રેસ્ક્યૂ કામગીરી થતાં મોટી હોનારત ટળી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના ઇશ્વરીયા પાર્કને પુનઃજીવિત કરાશે:સવારે 10 થી 8 પાર્ક ખૂલ્લો રાખવાની સાથે મ્યુઝિકલ ફાઉન્ટેઈન, બોટિંગ શરૂ કરવાની વિચારણા : નવરાત્રિમાં મેદાન ભાડે આપી ઇન્કમ જનરેટનું આયોજન
    Next Article
    પાટણના સરસ્વતી શિશુમંદિરમાં 57 બાળકોના જન્મદિવસની ઉજવણી:ભારતીય સંસ્કાર પરંપરા મુજબ અગ્નિહોત્રમ અને પુષ્પવૃષ્ટિ સાથે આશીર્વાદ અપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment