Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીને જયપુર-બાંદ્રા ટ્રેનનું સ્ટોપેજ મળ્યું:નેતાઓ-વેપારીઓએ ઘારી ખવડાવી ઉજવણી કરી, રાજસ્થાની સમાજને દિવાળીની ભેટ

    14 hours ago

    પશ્ચિમ રેલવેએ નવસારીવાસીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. દિવાળી પહેલા જયપુર-બાંદ્રા વીકલી એક્સપ્રેસ ટ્રેનને નવસારી રેલવે સ્ટેશને સ્ટોપેજ મળ્યું છે. આ નિર્ણયથી સ્થાનિક નાગરિકો અને વેપારીઓમાં ખુશીનો માહોલ છે. ટ્રેન પ્રથમવાર નવસારી સ્ટેશને પહોંચતા જ તેનું ભવ્ય સ્વાગત કરાયું. આગેવાનો અને ભાજપ કાર્યકરોએ લીલી ઝંડી બતાવી ટ્રેનને રવાના કરી. આ ટ્રેન રાજસ્થાની સમાજ અને પર્યટકો માટે દિવાળીની ભેટ સમાન છે. આ પ્રસંગે છોટુભાઈ પાટીલ, ભાજપ જિલ્લા પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય, ડેપ્યુટી મેયર સહિતના આગેવાનો હાજર રહ્યા. ચેમ્બર ઓફ કોમર્સ અને ક્રેડાઈના સભ્યો પણ ઉપસ્થિત હતા. સૌએ નવસારીની પ્રખ્યાત ઘારી ખવડાવી ઉજવણી કરી. જયપુર-બાંદ્રા ટર્મિનસ વીકલી એક્સપ્રેસ ટ્રેન દર સોમવારે નવસારી સ્ટેશને થોભશે. સ્થાનિક લોકપ્રતિનિધિઓ અને રેલવે પેસેન્જર એસોસિએશનની રજૂઆતો બાદ આ સ્ટોપેજ મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રાજુલામાં પ્રાંત અધિકારીનો સપાટો, 15થી વધુ હોટલોમાં ફૂડ ચેકિંગ:દિવાળી પહેલાં ટીમો બનાવી તપાસ કરાઈ, અખાદ્ય પનીરનો નાશ કરાયો
    Next Article
    US Judge Extends Curbs On Trump's Golf Course Project After 400 Trees Cut

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment