Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર સુપરવાઇઝર ₹2,000ની લાંચ લેતા ઝડપાયો:ACBએ જેલચોક પાસેથી ઝડપ્યો, સિક્યોરિટી ગાર્ડ પાસેથી નિયમિત હાજરી પૂરવા માટે લાંચ માંગી

    1 day ago

    સુરેન્દ્રનગર ACBએ લાંચ લેતા એક સિક્યોરિટી સુપરવાઇઝરને રંગે હાથે ઝડપી પાડ્યો છે. વિનોદભાઈ કિશોરભાઈ પરમાર નામના આ સુપરવાઇઝરે સિક્યોરિટી ગાર્ડ પાસેથી નિયમિત હાજરી પૂરવા માટે ₹2,000ની લાંચ માંગી હતી. આ ઘટના 25 જૂન, 2026ના રોજ સુરેન્દ્રનગરના જેલચોક પાસે જય ભવાની જ્વેલર્સ સામે બની હતી. વિનોદભાઈ પરમાર (ઉંમર 39) રતનપર, સુરેન્દ્રનગરના રહેવાસી છે. તેઓ ટી.બી. હોસ્પિટલ, સુરેન્દ્રનગરમાં પટાવાળા તરીકે અને જે.કે. સિક્યોરિટી એજન્સી, રાજકોટના સિક્યોરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. ફરિયાદી, જે જે.કે. સિક્યોરિટીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે, તેમને નોકરીમાં ખોટી રીતે હેરાન ન કરવા માટે આરોપીએ ₹2,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરેન્દ્રનગર ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે, ACBએ 25 જૂન, 2026ના રોજ લાંચનો છટકું ગોઠવ્યું હતું. આ છટકા દરમિયાન, ફરિયાદી અને આરોપી વચ્ચે વાતચીત થઈ અને આરોપીએ ₹2,000ની લાંચની રકમ સ્વીકારતા જ તેને સ્થળ પરથી રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Editor's View: મુનીરના ખાત્માનો મોસાદનો પ્લાન:સ્વિત્ઝર્લેન્ડમાં આખું ડેલિગેશનને ટાર્ગેટ હતું, છેલ્લી ઘડીએ શું થયું? વિસ્ફોટક દાવાએ પાકિસ્તાન-ઇઝરાયલના વિવાદની આગમાં ફૂંક મારી
    Next Article
    રિક્ષામાં પેસેન્જરોની નજર ચૂકવી ચોરી કરતી ગેંગનો પર્દાફાશ:મહેસાણા LCBએ 20 હજારની રોકડ અને રિક્ષા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment