Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિક્ષામાં પેસેન્જરોની નજર ચૂકવી ચોરી કરતી ગેંગનો પર્દાફાશ:મહેસાણા LCBએ 20 હજારની રોકડ અને રિક્ષા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

    1 day ago

    મહેસાણા જિલ્લામાં મિલકત વિરૂદ્ધના ગુનાઓ અને ચોરી તેમજ ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સક્રિય બની છે. પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયાના માર્ગદર્શન હેઠળ LCBની અલગ-અલગ ટીમો દ્વારા પેટ્રોલિંગ અને વોચ ગોઠવવામાં આવી રહી છે. આ દરમિયાન ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જરો બેસાડી તેમની નજર ચૂકવી રોકડા રૂપિયાની ચોરી કરતા એક સાતિર ચોરને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં મહેસાણા એલ.સી.બી.ને મોટી સફળતા મળી છે. રિક્ષાનો ચાલક મુસાફરોને બેસાડી નજર ચૂકવી ચોરી કરવાની પ્રવૃત્તિ કરે છે LCB ટીમ ઊંઝા વિસ્તારના ઉમા પુરમ સર્કલ પાસે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન PSI બી.એ. પરમાર અને હેડ કોન્સ્ટેબલ સંજયભાઈને સંયુક્ત ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ઊંઝા બસ સ્ટેશન સામે બ્રિજ નીચે એક લીલા કલરની રિક્ષા નંબર- G.J.07.TV.9685 ઉભેલી છે. આ રિક્ષાનો ચાલક મુસાફરોને બેસાડી તેમની નજર ચૂકવી ચોરી કરવાની પ્રવૃત્તિ કરે છે અને હાલમાં પણ તે નવી ચોરી કરવાના ઇરાદે ઊભો છે. આ બાતમીના આધારે LCBની ટીમે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડીને રિક્ષાચાલક અરબાઝખાન રસીકખાન પઠાણ (ઉંમર વર્ષ 26, રહે. કંતાનનગર ઝૂંપડપટ્ટી, બોરસદ, જી. આણંદ)ને ઝડપી લીધો હતો. પોલીસ દ્વારા તેની અંગઝડતી લેતા તેની પાસેથી રોકડા રૂપિયા 20 હજાર મળી આવ્યા હતા. પોલીસે 20 હજારની રોકડ અને રૂપિયા 70 હજારની કિંમતની રિક્ષા મળી કુલ રૂપિયા 90 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. LCBએ આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પકડાયેલા આરોપીની કડક પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે, આશરે એકાદ મહિના પહેલાં તે ઉનાવા દરગાહ ખાતે દર્શન કરવા આવ્યો હતો. ત્યારબાદ ઊંઝા બજારમાં રિક્ષા લઈને ગયો હતો, જ્યાં એક પેસેન્જરને ડ્રાઇવિંગ સીટની બાજુમાં બેસાડી તેની નજર ચૂકવી પેન્ટના ખિસ્સામાંથી 20 હજાર રૂપિયાની ચોરી કરી હતી. આ અંગે તપાસ કરતા ઊંઝા પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 23 જૂન, 2026ના રોજ ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું હતું. LCBએ અનડિટેક્ટ ચોરીનો ગુનો ડિટેક્ટ કરી આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ માટે તેને ઊંઝા પોલીસ સ્ટેશન સોંપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર સુપરવાઇઝર ₹2,000ની લાંચ લેતા ઝડપાયો:ACBએ જેલચોક પાસેથી ઝડપ્યો, સિક્યોરિટી ગાર્ડ પાસેથી નિયમિત હાજરી પૂરવા માટે લાંચ માંગી
    Next Article
    16 વર્ષીય સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સજા:મહીસાગર સેશન્સ કોર્ટે પોક્સો કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment