Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો:ગ્રાહકોને માત્ર ₹200નું ઇંધણ મળે છે, અછતની અફવાઓ

    1 week ago

    જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ પંપો પર અરાજકતા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. પેટ્રોલની અછતની અફવાઓ અથવા સપ્લાયમાં વિલંબને કારણે વાહનોની લાંબી કતારો લાગી રહી છે. ગ્રાહકોને કલાકો સુધી રાહ જોવી પડે છે અને ત્યારબાદ પણ નિરાશા સાંપડી રહી છે. પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા હાલમાં મર્યાદિત જથ્થો આપવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી છે. ઘણા પેટ્રોલ પંપ પર ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબનું પેટ્રોલ આપવાને બદલે માત્ર 200 રૂપિયાનું જ પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે. આ મર્યાદાને કારણે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો તેમની ટાંકી ફૂલ કરાવવા કે લાંબા અંતરની મુસાફરી માટે પેટ્રોલ મેળવવા માંગે છે, પરંતુ પંપ પર 'સ્ટોક ઓછો છે' તેમ કહીને તેમને પરત મોકલવામાં આવી રહ્યા છે. ઓફિસ જતા લોકો અને વિદ્યાર્થીઓનો કિંમતી સમય પણ પેટ્રોલ મેળવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવાથી બગડી રહ્યો છે. સ્થાનિક વાહનચાલકોનું કહેવું છે કે, જો પેટ્રોલનો જથ્થો પૂરતો ન હોય તો તંત્ર દ્વારા વહેલી તકે જાણ કરવી જોઈએ અથવા સપ્લાય વ્યવસ્થિત કરવી જોઈએ. અત્યારે જે સ્થિતિ છે તેનાથી સામાન્ય જનતા ખૂબ જ પરેશાન છે. અચાનક ઉભી થયેલી આ સ્થિતિ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે લોકો તંત્રના જવાબની રાહ જોઈ રહ્યા છે. આ અંગે પેટ્રોલ પંપ એસોસિએશન કે સરકારી તંત્ર દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવે તો જ અફવાઓ અને ગ્રાહકોની ચિંતા દૂર થઈ શકે તેમ છે.
    Click here to Read More
    Previous Article
    ઝિલીયા ફાર્મ હાઉસ હુમલામાં 18 આરોપીઓના જામીન મંજૂર:પોલીસ વાન પર પથ્થરમારા કેસમાં 5 દિવસના રિમાન્ડ બાદ કોર્ટે મુક્ત કર્યા
    Next Article
    જોષીપરામાં થયેલી ધોળા દિવસે લાખોની ચોરીનો ભેદ 24 કલાકમાં ઉકેલાયો:જૂનાગઢ પોલીસે રીઢા તસ્કર 'દડો'ને મુદ્દામાલ સાથે ઝડપ્યો, તમામ મુદ્દામાલ કરાયો રિકવર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment