Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝિલીયા ફાર્મ હાઉસ હુમલામાં 18 આરોપીઓના જામીન મંજૂર:પોલીસ વાન પર પથ્થરમારા કેસમાં 5 દિવસના રિમાન્ડ બાદ કોર્ટે મુક્ત કર્યા

    5 days ago

    ચાણસ્મા તાલુકાના ઝિલીયા ગામે 15 માર્ચના રોજ ભાવેશ દેસાઈના ફાર્મ હાઉસ પર હુમલો કરવા અને પોલીસ વાનને નુકસાન પહોંચાડવાના કેસમાં ધરપકડ કરાયેલા તમામ 18 આરોપીઓને સોમવારે જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં પાટણ કોર્ટે આ આદેશ આપ્યો હતો. આ ઘટના 15 માર્ચે બની હતી, જ્યારે આઠ જેટલી ગાડીઓમાં ઘાતક હથિયારો સાથે આવેલા 15 થી 20 લોકોના ટોળાએ ભાવેશ દેસાઈના ફાર્મ હાઉસ પર હંગામો મચાવ્યો હતો. પોલીસને જાણ થતાં 112 અને ચાણસ્મા પોલીસની ફર્સ્ટ મોબાઈલ વાન ઘટના સ્થળે પહોંચી હતી. ટોળાએ પોલીસ વાન પર પથ્થરમારો કર્યો હતો અને તેને નુકસાન પહોંચાડ્યું હતું. આ મામલે રોનક દિનુભાઈ દેસાઈ અને સરકાર તરફે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ત્રણ નામજોગ સહિત અન્ય અજાણ્યા શખ્સો સામે બે અલગ અલગ ફરિયાદો નોંધાઈ હતી. ચાણસ્મા પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં કુલ 18 આરોપીઓની ધરપકડ કરી હતી. તેમને પાટણ કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે ગુનામાં વપરાયેલા 3 વાહનો અને 2 હથિયારો કબજે કર્યા હતા. બુધવારે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. સોમવારે રિમાન્ડની મુદત પૂરી થતાં તમામ 18 આરોપીઓને ફરી કોર્ટમાં રજૂ કરાતા, કોર્ટે તેમને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ચંદ્રુમાણા ગામે સિકોતર માતાજી મંદિરે રમેલ યોજાઈ:ખટાણા પરિવારે આયોજન કર્યું, ભુવાજીઓએ કુશળ મંગળના આશીર્વાદ આપ્યા
    Next Article
    જામનગરમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો:ગ્રાહકોને માત્ર ₹200નું ઇંધણ મળે છે, અછતની અફવાઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment