Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદ્રુમાણા ગામે સિકોતર માતાજી મંદિરે રમેલ યોજાઈ:ખટાણા પરિવારે આયોજન કર્યું, ભુવાજીઓએ કુશળ મંગળના આશીર્વાદ આપ્યા

    5 days ago

    પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે રબારી નેસમાં આવેલા સિકોતર માતાજીના મંદિરે ચૈત્ર માસ નિમિત્તે રવિવારે રાત્રે રમેલનું આયોજન કરાયું હતું. અમદાવાદ નિવાસી સ્વ. દેસાઈ મૂળજીભાઈ જેઠાભાઈ ખટાણા પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભુવાજીઓએ ઉપસ્થિત ભક્તોને કુશળ મંગળના આશીર્વાદ આપ્યા હતા. આ રમેણમાં મોટી સંખ્યામાં ભુવાજીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વારાફરતી રમેણ ગાદી ઉપર બેસીને સદકાર્યો કરતા રહેવા માટે ઉપદેશ આપ્યો હતો. સિકોતર માતાજીના ભુવાજી જયરામભાઈ દેસાઈ અને હાર્દિકભાઈ દેસાઈ, તેમજ વિહત માતાના ભુવાજી મફાભાઈ ખટાણા સહિત અન્ય ભુવાજીઓએ હાજરી આપી હતી. રબારી નેશના ભાઈઓ અને બહેનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન-પૂજનનો લાભ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    વડોદરા મનપાના પૂર્વ કોર્પોરેટર આશિષ જોષી કોંગ્રેસમાં જોડાયા:હરણી બોટકાંડમાં પીડિતો માટે અવાજ ઉઠાવ્યા બાદ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા હતા
    Next Article
    ઝિલીયા ફાર્મ હાઉસ હુમલામાં 18 આરોપીઓના જામીન મંજૂર:પોલીસ વાન પર પથ્થરમારા કેસમાં 5 દિવસના રિમાન્ડ બાદ કોર્ટે મુક્ત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment