Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેક્ટર-24ના આવાસમાં ચાલતું દારૂનું નેટવર્ક ઝડપાયું:પોલીસે દારૂ-બિયરના જથ્થા સાથે બુટલેગરને દબોચ્યો, એક વોન્ટેડ

    8 hours ago

    ગાંધીનગરના સેક્ટર-24 ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના સરકારી આવાસમાં ગેરકાયદેસર રીતે ચાલતા વિદેશી દારૂ અને બિયરના અડ્ડાનો સેક્ટર-21 પોલીસ મથકના સ્ટાફે પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે સરકારી મકાન પર ઓચિંતી રેઇડ પાડીને અંદાજિત 12 હજાર રૂપિયાની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે એક સ્થાનિક બુટલેગરને દબોચી લીધો છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. પેટ્રોલિંગ દરમિયાન મળી હતી સચોટ બાતમી સેક્ટર-21 પોલીસ સ્ટેશનની ટીમ કાયદો અને વ્યવસ્થાની જાળવણી અર્થે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસનો કાફલો સેક્ટર-24ના શાક માર્કેટ નજીક પહોંચતા જ ખાનગી રાહે સચોટ બાતમી મળી હતી કે, ગુજરાત હાઉસિંગ બોર્ડના સહયોગ એપાર્ટમેન્ટના મકાન નંબર એમ-28/327માં એક ઈસમ વિદેશી દારૂનો જથ્થો છુપાવીને તેનું ગેરકાયદેસર રીતે વેચાણ કરી રહ્યો છે. રૂમમાં સંતાડેલી કાપડની બેગમાંથી મળ્યો જથ્થો બાતમીના આધારે પોલીસે તાત્કાલિક તે મકાન પર દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈને ઘરમાં હાજર શખ્સ ગભરાઈ ગયો હતો, જેની પૂછતાછ કરતાં તેણે પોતાનું નામ શની પ્રફુલભાઈ માધુ જણાવ્યું હતું. પોલીસે ઘરમાં તપાસ હાથ ધરતા મુખ્ય રૂમમાંથી એક ગ્રે કલરની કાપડની ટ્રોલી બેગ મળી આવી હતી, જેની અંદર ખાખી પૂંઠાના બોક્સમાં છુપાવેલો અંદાજિત 12 હજારની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. દારૂ સપ્લાય કરનાર મુખ્ય આરોપી વોન્ટેડ પોલીસે દારૂના જથ્થા સાથે બુટલેગર શની માધુની ધરપકડ કરી કડક પૂછતાછ હાથ ધરી હતી. તેણે કબૂલાત કરી હતી કે આ વિદેશી દારૂનો જથ્થો તેને મહેસાણા ખાતે રહેતા અજય ઠાકોર નામના શખ્સે વેચાણ કરવા માટે સપ્લાય કર્યો હતો. આ અંગે પોલીસે બંને શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને ફરાર અજય ઠાકોરને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ, મહાઆરતીમાં ભક્તોની ભીડ:હર્ષ સંઘવી પોલીસ કાફલા સાથે રૂટ નિરીક્ષણ કરવા નીકળ્યાં; જાણો ત્રિ-દિવસીય કાર્યક્રમ વિશે
    Next Article
    આણંદમાં રથયાત્રા પૂર્વે પોલીસ પોલીસની કાર્યવાહી:નાવલીમાંથી રૂપિયા 78 હજારના વિદેશી દારૂ સાથે બુટલેગર જેલહવાલે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment