Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદમાં રથયાત્રા પૂર્વે પોલીસ પોલીસની કાર્યવાહી:નાવલીમાંથી રૂપિયા 78 હજારના વિદેશી દારૂ સાથે બુટલેગર જેલહવાલે

    8 hours ago

    આણંદ રૂરલ પોલીસે આગામી રથયાત્રાના તહેવારને ધ્યાને રાખી કાયદો અને વ્યવસ્થા જાળવવા સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન બાતમીના આધારે નાવલી ગામના ઇન્દિરાનગરી વિસ્તારમાં દરોડો પાડી રૂપિયા 78,602ના વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો. આણંદના એસપી જી.જી. જસાણીની સૂચનાથી તહેવારોમાં દારૂની હેરફેર અને વેચાણ અટકાવવા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. વિભાગીય પોલીસ અધિક્ષક જે.એન. પંચાલના માર્ગદર્શન હેઠળ આણંદ રૂરલ પી.આઈ. આર.એચ. મારૂ અને સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે, નાવલીમાં રહેતો રાજુ ઉર્ફે કોયલો ભુપતભાઇ ચૌહાણ પોતાના ઘરમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે રાજુ ઉર્ફે કોયલાના ઘરે દરોડો પાડ્યો હતો. ઘરની તપાસ દરમિયાન પોલીસને રોયલ ચેલેન્જ વિસ્કીની 12 મોટી બોટલ, વિસ્કીના 96 ક્વાર્ટર અને 72 ક્વાર્ટર મળી આવ્યા હતા. પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર રાજુ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સેક્ટર-24ના આવાસમાં ચાલતું દારૂનું નેટવર્ક ઝડપાયું:પોલીસે દારૂ-બિયરના જથ્થા સાથે બુટલેગરને દબોચ્યો, એક વોન્ટેડ
    Next Article
    मध्य प्रदेश एथेनॉल घोटाला: FCI ने दी सफाई- 1160 करोड़ नहीं, सिर्फ 5.63 लाख का मामला

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment