Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફિલ્મો કરવાના અભરખામાં ₹20 લાખ ગુમાવ્યા!:₹5000 લઈને કેનેડાથી આવેલી નોરા ફતેહીએ બ્રેડ-ઇંડા ખાઈને દિવસો કાઢ્યા; મફતમાં કરેલા 'દિલબર' ગીતે સ્ટાર બનાવી

    1 week ago

    મુંબઈની ચમક-દમક પાછળ ઠગાઈ, મહેણાં અને સંઘર્ષની લાંબી વાર્તા પણ છુપાયેલી છે. નોરા ફતેહીનું જીવન પણ આવું જ રહ્યું, જ્યાં કામ અપાવવાનું વચન આપીને 20 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી અને ઘણી વાર તેને મફતમાં ગીતો કરવા પડ્યા. “મારી મજાક ઉડાવવામાં આવી, 'દિલબર' જેવા ઘણા ગીતો મફતમાં કરવા પડ્યા” - આ સમયગાળો તેની ઓળખ બનતા પહેલાના સંઘર્ષને દર્શાવે છે. કેનેડાથી મુંબઈ આવેલી નોરાએ વેઈટરથી લઈને ઓડિશન સુધીનો દરેક રસ્તો અપનાવ્યો, પરંતુ હાર ન માની. આ જ સંઘર્ષ આગળ જતાં તેની સ્ટારડમની સૌથી મોટી તાકાત બન્યો. આજની સક્સેસ સ્ટોરીમાં જાણીએ નોરા ફતેહીના કરિયર અને અંગત જીવન સાથે જોડાયેલી વાતો… છુપાઈને ડાન્સ કરતી હતી નોરા, માતાએ ઠપકો આપીને માર માર્યો નોરાનો જન્મ એક રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાં થયો હતો. ઘરમાં ડાન્સને લઈને સખત વિરોધ હતો, પરંતુ તેનામાં બાળપણથી જ ડાન્સનો જુસ્સો હતો. તેણે ક્યારેય પ્રોફેશનલ ડાન્સ ટ્રેનિંગ લીધી ન હતી. તે અલગ-અલગ ડાન્સ સ્ટાઈલ્સ વીડિયો જોઈને અને સતત પ્રેક્ટિસથી શીખતી રહી. નોરા બાળપણમાં ઘરની અંદર બંધ રૂમમાં છુપાઈને ડાન્સ કરતી હતી. તેને ડર હતો કે પરિવારને ખબર પડી જશે, તો ઠપકો મળશે. એકવાર તેની માતાએ તેને ડાન્સ કરતા જોઈ લીધી, જેના પછી તેને ઠપકો અને સખત પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો. અહીં સુધી કે માતાએ માર પણ માર્યો. વિરોધ છતાં નોરાએ ડાન્સ કરવાનું છોડ્યું નહીં અને પોતાના સપના માટે સતત મહેનત કરતી રહી. પરિવારના વિરોધ અને મુશ્કેલ વાતાવરણ વચ્ચે તેણે અભ્યાસ પૂરો કર્યો અને ત્યારબાદ ભારત આવવાનો નિર્ણય કર્યો. તેનું સપનું એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવવાનું અને પોતાને ડાન્સર અને પર્ફોર્મર તરીકે સ્થાપિત કરવાનું હતું. 5,000 રૂપિયા લઈને મુંબઈ આવી હતી નોરા ફતેહી 2014માં બોલિવૂડમાં કરિયર શરૂ કરવા માટે માત્ર ₹5,000 લઈને મુંબઈ પહોંચી હતી. નોરા કહે છે, 'મને એ પણ ખબર નહોતી કે 1000 ડોલર શું હોય છે. હું એક એપાર્ટમેન્ટમાં નવ છોકરીઓ સાથે રહેતી હતી. ત્યાં હું અવારનવાર વિચારતી હતી કે હું કઈ મુસીબતમાં ફસાઈ ગઈ છું?' હિન્દી ન આવડવા પર મજાક ઉડાવતા હતા નોરાએ જણાવ્યું કે, ભારત આવ્યા પછી સૌથી મોટી ચેલેન્જ ભાષા હતી. હિન્દી ન જાણવાને કારણે ઓડિશનમાં તેને વારંવાર રિજેક્ટ કરવામાં આવતી હતી. ઘણી વાર લોકો તેના ઉચ્ચારણ અને એક્સેન્ટ (લહેકા)ની મજાક ઉડાવતા હતા. જોકે, તેણે હાર ન માની અને સતત પોતાને સુધારવાનો પ્રયાસ કરતી રહી. મુંબઈ પહોંચતા જ સ્ટાર બની જશે તેવું લાગતું હતું નોરા કહે છે, 'ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલા મેં કોઈ તૈયારી કરી ન હતી. મને લાગતું હતું કે મુંબઈ પહોંચતા જ સ્ટાર બની જઈશ. મેં કપડાં પેક કર્યાં અને મુંબઈ આવી ગઈ. અહીં આવ્યા પછી ખબર પડી કે ઘણું બધું શીખવાનું છે. મને હિન્દી આવડતી ન હતી. હિન્દી મારા માટે વિદેશી ભાષા હતી. સૌથી પહેલા હિન્દી શીખી અને પોતાને પરફોર્મર તરીકે તૈયાર કરી.' કેટરિના કૈફ અને જેકલીન ફર્નાન્ડિસ પાસેથી મળી પ્રેરણા નોરા કહે છે, 'મેં બોલિવૂડમાં ક્યારેય કામ કરવા વિશે વિચાર્યું ન હતું. ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલાં મેં ‘દેવદાસ’ અને ‘કુછ કુછ હોતા હૈ’ જેવી ફિલ્મો જોઈ હતી. મને લાગતું હતું કે માત્ર ભારતીય છોકરીઓ જ બોલિવૂડમાં એક્ટ્રેસ બની શકે છે. બોલિવૂડમાં કામ કરવાની પ્રેરણા મને કેટરિના કૈફ અને જેકલીન ફર્નાન્ડિસ પાસેથી મળી. પછી મેં ઘણા ઓડિશન આપવાનું શરૂ કર્યું.' ગુજરાન ચલાવવા માટે વેઈટરનું કામ કર્યું, લોટરી ટિકિટ વેચી સંઘર્ષના દિવસોમાં આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે તેને ગુજરાન ચલાવવા માટે નાના-મોટા કામ કરવા પડ્યા. નોરાએ કોફી શોપમાં વેઈટરનું કામ કર્યું અને લોટરી ટિકિટ પણ વેચી. મૉડલિંગ અને નાના પ્રોજેક્ટ્સ મળવા લાગ્યા હતા, પરંતુ ઘણીવાર કામ કર્યા પછી પણ પેમેન્ટ મળતું ન હતું. ઘણા દિવસો માત્ર બ્રેડ અને ઈંડા ખાઈને વિતાવ્યા નોરા માટે સૌથી મુશ્કેલ સમય તે હતો, જ્યારે પૈસાની અછતને કારણે તેને ખાવા માટે પણ સંઘર્ષ કરવો પડતો હતો. તેણે જણાવ્યું કે, ઘણીવાર આખો દિવસ માત્ર બ્રેડ અને ઈંડા ખાઈને ગુજરાન ચલાવવું પડ્યું. તેમ છતાં તેણે મુંબઈ છોડવાનો વિચાર ન કર્યો અને પોતાના સપના માટે મક્કમ રહી. અઠવાડિયાના 3 હજાર રૂપિયામાં ખર્ચ ચલાવવો પડતો હતો પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતા નોરા ફતેહી કહે છે કે, તે સમયે જે એજન્સી સાથે કામ કરી રહી હતી, તે તેને અઠવાડિયાના ફક્ત 3 હજાર રૂપિયા આપતી હતી. આટલા ઓછા પૈસામાં રોજનો ખર્ચ ચલાવવો ખૂબ મુશ્કેલ હતો. કામ અપાવવાનું વચન આપી 20 લાખ રૂપિયાની છેતરપિંડી કરી નોરાએ કહ્યું, 'બોલિવૂડમાં ઓળખ બનાવતા પહેલા મારી સાથે છેતરપિંડી થઈ હતી. જ્યારે હું કેનેડાથી ભારત આવી હતી, ત્યારે મારી પહેલી એજન્સીએ મને કામ અપાવવાનું વચન આપ્યું હતું. તેમના કહેવા પર મેં 20 લાખ રૂપિયા આપી દીધા. પરંતુ બાદમાં તેમનો વ્યવહાર બદલાઈ ગયો. જ્યારે મેં એજન્સી છોડવા અને પૈસા પાછા માંગવાની વાત કરી, તો તેમણે સ્પષ્ટ કહી દીધું કે પૈસા નહીં મળે.' 'તે સમયે મેં 20 લાખ રૂપિયા ગુમાવી દીધા. આ એ જ પૈસા હતા, જે મેં એક જાહેરાતમાં કામ કરીને કમાયા હતા.' ‘બિગ બોસ 9’થી મળી ઓળખ વર્ષ 2015માં નોરાને ટીવીના જાણીતા રિયાલિટી શો 'બિગ બોસ 9'માં ભાગ લેવાની તક મળી. શોમાં તેની જર્ની લાંબી ન રહી, પરંતુ તેનાથી તેને દર્શકોમાં ઓળખ મળવા લાગી. આ પછી તેણે ઘણા ડાન્સ પર્ફોર્મન્સ અને ફિલ્મોમાં નાના-મોટા અવસર મેળવ્યા. નોરા ફતેહીએ 2014માં ફિલ્મ 'રોર: ટાઈગર્સ ઓફ ધ સુંદરબન્સ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું. આ પછી તેને સાઉથ ઇન્ડસ્ટ્રીમાંથી પણ ઘણી ફિલ્મોની ઓફર મળી. નોરા 2015માં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ 'બાહુબલી'ના ગીત 'મનોહરી'માં જોવા મળી હતી. 'દિલબર'એ બદલી નાખી જિંદગી નોરાના કરિયરનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ 2018માં આવ્યો, જ્યારે ફિલ્મ ‘સત્યમેવ જયતે’નું ગીત ‘દિલબર’ રિલીઝ થયું. આ ગીત જબરદસ્ત હિટ સાબિત થયું અને નોરા રાતોરાત દેશભરમાં ચર્ચામાં આવી ગઈ. તેની ડાન્સ સ્ટાઈલ, સ્ક્રીન પ્રેઝન્સ અને એક્સપ્રેશન્સે દર્શકોનું દિલ જીતી લીધું. પેમેન્ટ વગર કામ કરવું પડ્યું જોકે, કરિયરની શરૂઆતમાં તેને ફિલ્મોમાં પૈસા મળતા નહોતા. નોરા કહે છે, '‘દિલબર’ ઉપરાંત મેં ઘણા ગીતો ફ્રીમાં કર્યા છે. તે સમયે પૈસા કમાવવાનો મારો ઉદ્દેશ્ય નહોતો. હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાને સાબિત કરવા માંગતી હતી, તેથી પૈસાની ડિમાન્ડ ન કરી.' 'ઇન્ડસ્ટ્રીમાં લોકો પાસે ઘણા વિકલ્પો છે. હું નહીં તો કોઈ બીજું કરશે. મારા માટે સૌથી મોટી વાત તક મળવી હતી.' એક પછી એક સુપરહિટ ડાન્સ નંબર્સ આપ્યા ‘દિલબર’ની સફળતા પછી નોરાએ પાછળ વળીને જોયું નથી. તેણે ‘કમરિયા’, ‘ઓ સાકી સાકી’ અને ‘ગરમી’ જેવા અનેક સુપરહિટ ગીતોમાં પોતાની દમદાર હાજરી નોંધાવી. જોતજોતામાં તે બોલિવૂડની લોકપ્રિય ડાન્સ પર્ફોર્મર્સમાં સામેલ થઈ ગઈ. ગીત પર વિવાદ થયો, માફી માંગવી પડી નોરા ફતેહી તાજેતરમાં ફિલ્મ ‘કેડી: ધ ડેવિલ’ના ગીત ‘સરકે ચુનર તેરી સરકે’ને લઈને વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી. ગીત રિલીઝ થયા પછી સોશિયલ મીડિયા પર તેના શબ્દો અને પ્રેઝેન્ટેશન પર વાંધો ઉઠાવવામાં આવ્યો. ઘણા લોકોએ આરોપ લગાવ્યો કે ગીતમાં મહિલાઓને ખોટી રીતે દર્શાવવામાં આવી છે. મામલો વધ્યા પછી તે રાષ્ટ્રીય મહિલા આયોગ સુધી પહોંચી ગયો. વિવાદ બાદ આયોગે નોરા સહિત ગીત સાથે સંકળાયેલા અન્ય લોકોને હાજર થવા જણાવ્યું. સુનાવણી દરમિયાન નોરા આયોગ સમક્ષ હાજર થઈ અને લેખિતમાં માફી માંગી. તેણે જણાવ્યું કે, તેનો ઉદ્દેશ્ય કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ન હતો અને એક કલાકાર તરીકે તે પોતાની સામાજિક જવાબદારી સમજે છે. રિપોર્ટ્સ અનુસાર, નોરાએ આયોગને જણાવ્યું કે, તેણે ગીતનું શૂટિંગ એક અલગ ક્રિએટિવ વિઝન હેઠળ કર્યું હતું અને રિલીઝ સમયે થયેલા કેટલાક ફેરફારો વિશે તેને સંપૂર્ણ જાણકારી ન હતી. તેણે એમ પણ કહ્યું કે, વિવાદ બાદ તેને મામલાની ગંભીરતા સમજાઈ. સુનાવણી દરમિયાન તેણે સામાજિક પહેલ સાથે જોડાવાની વાત કરી. રિપોર્ટ્સ અનુસાર, તેણે અનાથ છોકરીઓના શિક્ષણ અને સહયોગ સંબંધિત પ્રયાસોમાં યોગદાન આપવાની ઈચ્છા વ્યક્ત કરી. 'નાના-નાના રોલ કરીને અહીં સુધી પહોંચી છું' નોરા ફતેહી કહે છે કે, 'નાના-નાના રોલ કરીને અહીં સુધી પહોંચી છું. હું લોકોને કહેતી હતી કે મારા વિશે પણ વિચારે. આ કહેતા પહેલાં ઘણી વાર વિચારતી હતી કે કેવી રીતે કહું. 'દિલબર' પછી લોકોને લાગતું હતું કે, હું ફક્ત ગીતો કરી શકું છું, પરંતુ મારે એક્ટિંગ કરવી હતી.' 'મને લાગવા માંડ્યું હતું કે ગીતોમાં ટાઇપકાસ્ટ થઈ રહી છું. મેં ઓડિશન આપવાનું શરૂ કર્યું. કુણાલ ખેમુએ મને 'મડગાંવ એક્સપ્રેસ'માં તક આપી.'
    Click here to Read More
    Previous Article
    DB REELS: 'પૈસા નથી પણ ગીત બનાવવું છે':'વધુ રૂપિયા કમાવ, જેથી બચાવવાનો વિચાર જ ન આવે', મ્યૂઝિક ડિરેક્ટર ભાર્ગવ પુરોહિત સાથે સૌમ્ય વાતચીત
    Next Article
    ડીબી ગુજરાતી ફિલ્મ અવોર્ડ્સ 2026:'જય હો' ફેમ ગુજ્જુ એક્ટ્રેસ ડેઝી શાહ અવોર્ડ શોનો ભાગ બનશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment