Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૉક્ટરની સલાહ વગર દવા ન લેવી જોઈએ:વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે 'વિશ્વ એન્ટિમાઈક્રોબિયલ રેજિસ્ટન્સ જાગૃતિ સપ્તાહ 2026' નો ભવ્ય શુભારંભ

    3 days ago

    સમગ્ર વિશ્વમાં દર વર્ષે 18 નવેમ્બરથી 24 નવેમ્બર દરમિયાન 'વિશ્વ એન્ટિમાઈક્રોબિયલ રેજિસ્ટન્સ (AMR) જાગૃતિ સપ્તાહ' ઉજવવામાં આવે છે. આ અંતર્ગત વડોદરાની સર સયાજીરાવ જનરલ (એસ.એસ.જી.) હોસ્પિટલ ખાતે તબીબી અધિક્ષકના વરદ હસ્તે આ સપ્તાહની ઉજવણીનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. અભિયાનનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકો અને આરોગ્ય કર્મચારીઓમાં ડૉક્ટરની સલાહ વિના એન્ટિબાયોટિક દવાઓ ન લેવા અને દવાઓનો પૂરો કોર્સ કરવા અંગે જાગૃતિ લાવવાનો છે, જેથી ભવિષ્યમાં ગંભીર ચેપ સામે દવાઓની અસરકારકતા જળવાઈ રહે. ઉજવણીના પ્રથમ દિવસે હોસ્પિટલના એન્ટિમાઈક્રોબિયલ સ્ટુઅર્ડશિપ પ્રોગ્રામ (AMSP) અંતર્ગત માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં હોસ્પિટલના તબીબી અધિકારીઓ, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને મેડીકલ વિદ્યાર્થીઓ દ્વારા એન્ટિબાયોટિક્સના યોગ્ય તથા જવાબદારીપૂર્વક ઉપયોગ અંગે 'AMR પ્રતિજ્ઞા' લેવામાં આવી હતી અને જાગૃતિના ભાગરૂપે વિશેષ 'સેલ્ફી પોઇન્ટ' પણ તૈયાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, એન્ટિમાઈક્રોબિયલ રેજિસ્ટન્સ સામેની લડતમાં એકતા દર્શાવવા માટે હોસ્પિટલના તમામ સ્ટાફે ભૂરા (Blue) રંગના વસ્ત્રો પહેરીને 'Go Blue for AMR' અભિયાનને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. નિષ્ણાત તબીબો અને માઈક્રોબાયોલોજી વિભાગ દ્વારા હોસ્પિટલના OPD વિભાગ તથા વિવિધ વોર્ડમાં રાઉન્ડ લઈને દર્દીઓ, તેમના સગા-સંબંધીઓ તેમજ સ્ટાફને 'સુપરબગ્સ' કેવી રીતે ફેલાય છે અને તેને અટકાવવા માટે શું કાળજી રાખવી જોઈએ તે અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગામી 24 નવેમ્બર સુધી ચાલનારા આ જાગૃતિ સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધા, પ્રિસ્ક્રિપ્શન ઓર્ડિટ, ફાર્મસી કાઉન્ટર પર દર્દીઓનું કાઉન્સેલિંગ, કેમ્પસમાં જાગૃતિ રેલી અને શેરી નાટક જેવા વિવિધ આકર્ષક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર અભિયાનનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકો અને આરોગ્ય કર્મચારીઓમાં ડૉક્ટરની સલાહ વિના એન્ટિબાયોટિક દવાઓ ન લેવા અને દવાઓનો પૂરો કોર્સ કરવા અંગે જાગૃતિ લાવવાનો છે, જેથી ભવિષ્યમાં ગંભીર ચેપ સામે દવાઓની અસરકારકતા જળવાઈ રહે.
    Click here to Read More
    Previous Article
    ગુજસીટોક સહિત 5 ગુનામાં વોન્ટેડ બુટલેગર નડિયાદથી ઝડપાયો:વડોદરા અને અમદાવાદ સહિતના શહેરોમાં દારૂની હેરાફેરીના કુલ 19 ગુના નોંધાયેલા છે, બે વખત પાસાની કાર્યવાહી છતાં ગુના આચરતો
    Next Article
    મકનસર પાસે ડેમુ ટ્રેનનું એન્જિન બંધ થયું:રેલવેના પાટા પાસેના બેટરી બોક્સમાં આગ લાગ્યા બાદ ટ્રેન અટકી, મુસાફરો ખાનગી વાહનોથી મોરબી પહોંચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment