Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજસીટોક સહિત 5 ગુનામાં વોન્ટેડ બુટલેગર નડિયાદથી ઝડપાયો:વડોદરા અને અમદાવાદ સહિતના શહેરોમાં દારૂની હેરાફેરીના કુલ 19 ગુના નોંધાયેલા છે, બે વખત પાસાની કાર્યવાહી છતાં ગુના આચરતો

    3 दिन पहले

    વડોદરા શહેરમાં વિદેશી દારૂની હેરાફેરીના નેટવર્ક સાથે સંકળાયેલા અને ગુનાખોરીમાં રીઢો બની ગયેલા બુટલેગર સામે ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. ગુજસીટોકના ગંભીર ગુના અને વિદેશી દારૂના 4 ગુનાઓમાં વોન્ટેડ એવા રફીકશા રહીમશા દીવાનને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે નડિયાદ નજીકના ઉત્તરસંડા ચાર રસ્તા પાસેથી ઝડપી પાડ્યો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, આરોપી સામે અગાઉ વિદેશી દારૂ અને ઠગાઈ સહિત કુલ 19 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને તેની ગુનાહિત પ્રવૃત્તિના કારણે બે વખત પાસા હેઠળ જેલમાં પણ ધકેલાયો હતો. વડોદરા શહેરના વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોકના ગુના ઉપરાંત સમા, હરણી અને જવાહરનગર પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂ સંબંધિત ચાર ગુનાઓમાં સંડોવાયેલો રફીકશા દીવાન નડિયાદ ખાતે આશ્રય લઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. આરોપી બપોરના સમયે ઉત્તરસંડા ગામના ચાર રસ્તા પાસે આવવાનો હોવાની ચોક્કસ માહિતી મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખાનગી રાહે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ રીતે ફરતો રફીકશા નજરે પડતાં પોલીસે તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. પૂછપરછ અને તપાસમાં તે 5 ગુનાઓમાં ધરપકડથી બચવા નાસતો ફરતો હતો. ઝડપાયેલા રફીકશા દીવાન સામે અગાઉ વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત અમદાવાદ, નડિયાદ, બાલાસિનોર સહિતના વિસ્તારોમાં વિદેશી દારૂની હેરાફેરી અને ઠગાઈના કુલ 19 ગુનાઓ નોંધાયેલા છે. બે વખત પાસા હેઠળ જેલવાસ ભોગવવા છતાં તેની ગુનાહિત પ્રવૃત્તિનો ઇતિહાસ લાંબો રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વાલિયાના ચમારીયામાં AAPનો સ્નેહમિલન સમારોહ યોજાયો:રજની વસાવાએ ચૈતર વસાવાના સંઘર્ષનો હિસાબ મતદાનથી લેવા કહ્યું; 2027ની વિધાનસભા ચૂંટણી માટે સંગઠન મજબૂત કરવા સંકલ્પ
    Next Article
    ડૉક્ટરની સલાહ વગર દવા ન લેવી જોઈએ:વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે 'વિશ્વ એન્ટિમાઈક્રોબિયલ રેજિસ્ટન્સ જાગૃતિ સપ્તાહ 2026' નો ભવ્ય શુભારંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment