Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાલિયાના ચમારીયામાં AAPનો સ્નેહમિલન સમારોહ યોજાયો:રજની વસાવાએ ચૈતર વસાવાના સંઘર્ષનો હિસાબ મતદાનથી લેવા કહ્યું; 2027ની વિધાનસભા ચૂંટણી માટે સંગઠન મજબૂત કરવા સંકલ્પ

    3 दिन पहले

    ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ચમારીયા ગામે આવેલા બિરસા મુંડા ફાર્મ હાઉસમાં આમ આદમી પાર્ટી ઝઘડિયા વિધાનસભા દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આગામી 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં સંગઠન મજબૂત કરવા અને કાર્યકરોમાં ઉત્સાહ વધારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઝઘડિયા વિધાનસભા પ્રભારી રજની વસાવાએ કાર્યકરોને એકજૂથ થઈ ચૂંટણીની તૈયારી કરવા આહવાન કર્યું હતું. સ્થાનિક પ્રશ્નોને પ્રાથમિકતા આપી લોકોનો અવાજ બનવા સૂચના ઝઘડિયા વિધાનસભા પ્રભારી રજની વસાવાએ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે સ્નેહમિલન સમારોહ માત્ર શુભેચ્છા પૂરતો નથી, પરંતુ સંગઠનને નવી ઊર્જા સાથે આગળ વધારવા માટેનું માધ્યમ છે. તેમના જણાવ્યા મુજબ, યુવાનો, ખેડૂતો, GIDC અને GMDC સહિતના સ્થાનિક પ્રશ્નોને પ્રાથમિકતા આપીને લોકોનો અવાજ બનવાની જરૂર છે. ચૈતર વસાવાના સંઘર્ષનો હિસાબ મતદાનથી લેવાશે: રજની વસાવા રજની વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે 2027ની વિધાનસભા ચૂંટણીમાં બહુમતી સાથે પરિવર્તન લાવવા માટે હોદ્દેદારો અને કાર્યકરોએ અત્યારથી સંગઠન મજબૂત કરવા સક્રિય થવું પડશે. ધારાસભ્ય ચૈતર વસાવાના સંઘર્ષનો હિસાબ આગામી ચૂંટણીમાં મતદાનથી લેવાનો સમય આવશે તેમ કહી તેમણે કાર્યકરોને ચૂંટણીની તૈયારીમાં લાગી જવા જણાવ્યું હતું. જિલ્લા પ્રમુખ સહિત હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા ચમારીયા ગામે યોજાયેલા આ સ્નેહમિલન સમારોહમાં પક્ષના વિવિધ હોદ્દેદારો જોડાયા હતા. કાર્યક્રમમાં જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ સંદીપ વસાવા, ઝઘડિયા વિધાનસભા પ્રભારી રજની વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી સર્જન વસાવા, વાલિયા તાલુકા સંગઠન પ્રમુખ વાસુ વસાવા અને તાલુકા પંચાયત સભ્ય અશ્વિન વસાવા ઉપસ્થિત રહ્યા હતા, તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં વકીલ પર હુમલો, CCTV:ચપ્પુના ઉપરાછાપરી ચાર ઘા માર્યા, લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડાયા
    Next Article
    ગુજસીટોક સહિત 5 ગુનામાં વોન્ટેડ બુટલેગર નડિયાદથી ઝડપાયો:વડોદરા અને અમદાવાદ સહિતના શહેરોમાં દારૂની હેરાફેરીના કુલ 19 ગુના નોંધાયેલા છે, બે વખત પાસાની કાર્યવાહી છતાં ગુના આચરતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment