Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માતના ભયાનક CCTV:રાજકોટમાં કાલાવડ રોડ પર બેફામ ઝડપે આવતી કારે મિનરલ વોટર સપ્લાય કરતી રિક્ષાને અડફેટે લેતા યુવકને પગમાં ફ્રેક્ચર

    7 hours ago

    રાજકોટ શહેરના કાલાવડ રોડ પાસેના જય સરદાર રોડ પરના અક્ષર એવન્યુ પાસે પૂરપાટ ઝડપે આવતી કારે પાણીની બોટલ સપ્લાય કરતી રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ગત 3 ઓક્ટોબરના સર્જાયેલા આ અકસ્માતમાં રિક્ષા પલટી મારી ગઈ હતી અને તેમાં સવાર યુવકને જમણા પગે ફ્રેક્ચર થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાના ચોંકાવનારા CCTV સામે આવ્યા છે. રાજકોટના કૃષ્ણ પાર્ક સોસાયટીમાં રહેતા અને વોટર સપ્લાયર અંકુશભાઈ નગાભાઈ લેવા અને તેમના મોટાભાઈ રાજુભાઈ ભાડે રાખેલી અતુલ રિક્ષા દ્વારા ઘરે-ઘરે મિનરલ વોટરની બોટલો સપ્લાય કરવાનું કામ કરે છે. તા.3 ઓક્ટોબરના રોજ બપોરના 11.45 વાગ્યાની આસપાસ બંને ભાઈઓ જય સરદાર રોડ પર અક્ષર એવન્યુ પાસે રિક્ષા પાર્ક કરીને મિનરલ પાણીની બોટલો નીચે ઉતારી રહ્યા હતા. તે દરમિયાન જગન્નાથ ચોક તરફથી પૂરઝડપે અને બેફિકરાઈથી આવી રહેલી એક સફેદ કલરની ફોરવ્હીલ કારે રિક્ષાને પાછળથી જોરદાર ઠોકર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષા પલટી મારી ગઈ હતી. રિક્ષા નીચે પડી જવાના કારણે રાજુભાઈને જમણા પગમાં ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જીને કાર ચાલક પોતાની ફોરવ્હીલ ગાડી (નં. GJ-03-PM-6787) લઈને ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. ઘટના બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત રાજુભાઈને ગિરીરાજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરે તપાસ કરતા તેમના જમણા પગમાં ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું હતું. આ મામલે અંકુશભાઈની ફરિયાદના આધારે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    આ શિવનું તાંડવ છે, આમાં કોઈ પ્લાનિંગ ન હોય:અમારી સુપ્રીમ કોર્ટ સુધીની માર્ચ શિવની બારાત છે, એમાં કોઈપણ જોડાઈ શકે છે; રાહુલ ગાંધી
    Next Article
    વલસાડ લો કોલેજમાં ઓછી હાજરીને કારણે વિદ્યાર્થીઓનો વિરોધ:આંતરિક પરીક્ષામાં બેસવા ન દેવાતા સંચાલકો સમક્ષ રજૂઆત, પોલીસ તહેનાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment