Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રણુજ બેંકને ₹2 કરોડ, પાટણ સંઘને ₹5 લાખ નફો:વાર્ષિક સભામાં અહેવાલો મંજૂર, ખાતર વિતરણ પ્રક્રિયા પર ચિંતા

    6 दिन पहले

    રણુજ નાગરિક સહકારી બેંકની 55મી અને પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘની 75મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ સભાઓમાં રણુજ નાગરિક બેંકે ₹2 કરોડનો ચોખ્ખો નફો અને પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘે ₹5 લાખનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. બંને સંસ્થાઓના વાર્ષિક અહેવાલો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. રણુજ નાગરિક બેંકના દશરથભાઈ પટેલે જણાવ્યું હતું કે બેંકે ₹6 કરોડનો ગ્રોસ નફો અને ₹2 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. બેંક આગામી સમયમાં અમદાવાદમાં નવી શાખા ખોલવાની યોજના ધરાવે છે. તેમણે ધિરાણ અને એનપીએની સ્થિતિ વિશે માહિતી આપતા કહ્યું કે, બેંકના ₹144 કરોડના કુલ ધિરાણ સામે એનપીએ માત્ર ₹11 લાખ છે. આ ઓછા એનપીએને કારણે ગુજરાત ફેડરેશન અમદાવાદ દ્વારા છેલ્લા બે વર્ષમાં રણુજ નાગરિક બેંકને ગુજરાતમાં સૌથી ઓછું એનપીએ ધરાવતી બેંક તરીકે બે વખત સન્માનિત કરવામાં આવી છે. પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘની 75મી વાર્ષિક સાધારણ સભામાં સંઘનો ચોખ્ખો નફો ₹5 લાખ નોંધાયો હતો. સભામાં સંઘના વાર્ષિક અહેવાલો રજૂ કરી એજન્ડા મુજબના તમામ મુદ્દાઓ સર્વાનુમતે મંજૂર કરાયા હતા. સંઘ દ્વારા પાટણ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને લોકરની ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવે છે. ગ્રાહકો સવારે 8:30 થી સાંજના 5:00 વાગ્યા સુધી લોકર ઓપરેટ કરી શકે છે, અને તેમની જરૂરિયાત મુજબ 4 અલગ-અલગ પ્રકારના લોકરો ઉપલબ્ધ છે. આ સભાઓમાં ખાતર વિતરણની સરકારી ઓનલાઈન પ્રક્રિયાથી ખેડૂતોને પડનારી મુશ્કેલીઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ચાલુ સિઝનમાં ખાતર માટે શરૂઆતથી જ ટ્રાફિક જોવા મળ્યો છે, જેના કારણે આગામી સમયમાં મોટી મુશ્કેલી ઊભી થવાની શક્યતા દેખાઈ રહી છે.સરકારના નવા નિયમ પ્રમાણે ખેડૂતોએ ખાતર મેળવવા માટે ઈ-પોર્ટલ ઉપર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડે છે અને પોર્ટલ ફોર્મ ભરવું પડે છે. આ ઓનલાઈન પ્રક્રિયાના કારણે ઓછી સમજણ ધરાવતા ગરીબ ખેડૂતો, સંયુક્ત ખાતાધારકો અને ભાગે વાવણી કરતા ખેડૂતોને ખાતર મેળવવામાં ભારે મુશ્કેલી પડી શકે તેમ છે. ખરીદ વેચાણ સંઘના સભાસદો અને કારોબારી સભ્યો પણ ખેડૂત હોવાના કારણે જનરલ સભામાં આ ગંભીર બાબત તરફ સૌનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભા માં પાટણ તાલુકા સંઘ ના ચેરમને દશરથ ભાઈ પટેલ, નિલેષભાઈ દિલીપભાઈ ઓઝા ચેરમેન,પાટણ ધારા સભ્ય કિરીટ પટેલ સહિત ડિરેક્ટરો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વસતી ગણતરી માટે સોસાયટીમાં પ્રવેશ ન અપાતા પોલીસ બોલાવવી પડી:અધિકારીએ કહ્યું- લોકો સહકાર નહીં આપે તો કાયદાકીય પગલાં લેવાશે, સહકાર આપવા અપીલ
    Next Article
    એક્સ-રે ફોટોની મદદથી ફરાર આરોપી પકડાયો:પોલીસે 22 ડાયગ્નોસ્ટિક સેન્ટર તપાસી નાસિકથી સગીરાને મુક્ત કરાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment