Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કારમાં શારીરિક સંબંધ' ટિપ્પણી કેસમાં હની સિંહને રાહત નહીં:સાયબર સેલે રેપરની 22 ઓક્ટોબરે હાજર થવાની માંગ ફગાવી

    12 hours ago

    રૅપર અને સિંગર યો યો હની સિંહની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. મહારાષ્ટ્ર સાયબર સેલે કોન્સર્ટમાં કથિત વાંધાજનક ટિપ્પણી કરવાના મામલે પૂછપરછ માટે 16 ઑક્ટોબરે હાજર થવાના સમન્સને ટાળવાની તેની માંગને ફગાવી દીધી છે. હની સિંહે 22 ઑક્ટોબરે હાજર થવાની મંજૂરી માંગી હતી. અધિકારીઓએ ચેતવણી આપી છે કે, જો તે નિર્ધારિત તારીખે હાજર નહીં થાય, તો તેની વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર (LOC) જારી કરવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. ત્રણ વખત સમન્સ છતાં હાજર ન થયો હની સિંહ મહારાષ્ટ્ર સાયબર સેલે હની સિંહને કથિત વાંધાજનક ટિપ્પણીના મામલે પૂછપરછ માટે બોલાવ્યો હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેને અગાઉ પણ હાજર થવા માટે સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તે પૂછપરછમાં સામેલ થયો નહોતો. સમાચાર એજન્સી ANI મુજબ, હની સિંહે પહેલા 5 ઑક્ટોબરે હાજર થવામાં અસમર્થતા દર્શાવી હતી અને ત્યારબાદ વધારાનો સમય માંગ્યો હતો. જણાવવામાં આવ્યું હતું કે તે વિદેશમાં હોવાથી હાજર થઈ શકશે નહીં. ત્યારબાદ સાયબર સેલે તેને 16 ઑક્ટોબરે હાજર થવા માટે ફરીથી સમન્સ મોકલ્યું. હની સિંહે હવે પૂછપરછ માટે 22 ઑક્ટોબરે હાજર થવાની મંજૂરી માંગી હતી, પરંતુ મહારાષ્ટ્ર સાયબર સેલે તેની આ માંગ સ્વીકારી નથી. અધિકારીઓએ સંકેત આપ્યો છે કે, જો તે નિર્ધારિત તારીખે પણ હાજર નહીં થાય, તો તેના વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. હની સિંહ વિરુદ્ધ શું છે મામલો? આ સમગ્ર મામલો દિલ્હીમાં આયોજિત એક કોન્સર્ટ સાથે સંબંધિત છે, જ્યાં હની સિંહે કારમાં શારીરિક સંબંધ બાંધવા અંગે કથિત રીતે અશ્લીલ ટિપ્પણી કરી હતી. કાર્યક્રમની આ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યુઝર્સે તેની આકરી ટીકા કરી હતી. વિવાદ વધ્યા બાદ સાયબર પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો. સાયબર સેલ આ જ મામલાની તપાસના ભાગરૂપે તેમની પૂછપરછ કરવા માંગે છે. હની સિંહે વીડિયો જાહેર કરીને માફી માંગી હતી મામલાને લઈને વિવાદ થયા બાદ હની સિંહે એક વીડિયો જાહેર કરીને માફી માંગી હતી. તેણે કહ્યું હતું કે, 'વીડિયો ક્લિપને આ રીતે એડિટ કરવામાં આવી હતી, જેના કારણે લોકોને ઠેસ પહોંચી.' તેણે કહ્યું હતું કે, તેનો ક્યારેય કોઈને ઈજા પહોંચાડવાનો, અપમાનિત કરવાનો કે ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો. પોતાની કમેન્ટનો સંદર્ભ સમજાવતા હની સિંહે કહ્યું હતું કે, તેણે એક જાણીતા ગાયનેકોલોજિસ્ટ સાથે વાત કરી હતી. ડૉક્ટરે યુવાનોમાં અસુરક્ષિત સેક્સને કારણે સેક્સ્યુઅલ ઇન્ફેક્શન વધવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. હની સિંહે કહ્યું હતું કે, તેણે આ મેસેજ એવી ભાષામાં આપવાનો પ્રયાસ કર્યો, જેને જેન-ઝી સમજી શકે. તેણે પોતાના વીડિયોમાં કહ્યું હતું, “Gen Zની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને, મેં આ સંદેશો એવી ભાષામાં આપવાનો પ્રયાસ કર્યો, જે તેમને ગમશે. જોકે, મને ખૂબ અફસોસ છે કે મેં આ વાત જે રીતે કહી, તે ઘણા લોકો માટે અયોગ્ય અને અસ્વીકાર્ય હતી. હું દિલથી માફી માગું છું.” એપ્રિલમાં કોર્ટે ગીતના URL દૂર કરવાનો નિર્દેશ આપ્યો આ પહેલાં એપ્રિલમાં દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને હની સિંહના કથિત ગીત ‘વોલ્યુમ 1’ના URL સોશિયલ મીડિયા અને ફાઇલ-શેરિંગ પ્લેટફોર્મ પરથી દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન અદાલતે આ ગીતને અત્યંત અશ્લીલ, વાંધાજનક અને મહિલાઓ પ્રત્યે અપમાનજનક ગણાવ્યું હતું. અદાલતે કહ્યું હતું કે, આવા કન્ટેન્ટને યોગ્ય ઠેરવવા માટે કલાત્મક સ્વતંત્રતા અને બોલવાની કે અભિવ્યક્તિની આઝાદીનો ઉપયોગ કરી શકાય નહીં.
    Click here to Read More
    Previous Article
    Opinion: Opinion | India's 'Swacch' Drive Has A Mountain-Sized Blindspot
    Next Article
    તિરંગો ફરકાવવા જતા દીપકેને કસ્ટડીમાં લેવાયા:6 દિવસમાં બીજી વખત ડિટેઇન; સેન્ટ્રલ પાર્ક પાસે CJP સમર્થકો એકઠા થયા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment