Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નખત્રાણા પોલીસે મહિલાની ₹2 લાખની ખોવાયેલી સોનાની ચેન શોધી:નખત્રાણા મુખ્ય બજારમાંથી મળેલી ચેન 'તેરા તુજકો અર્પણ' અભિયાન હેઠળ મૂળ માલિકને પરત અપાઈ

    8 hours ago

    નખત્રાણા પોલીસે ગુનાખોરી ઉપરાંત નાગરિકોની ખોવાયેલી કિંમતી વસ્તુઓ પણ શોધી પરત કરી છે. 'તેરા તુજકો અર્પણ' અભિયાન હેઠળ, પોલીસે નખત્રાણા મુખ્ય બજારમાંથી ખોવાયેલી 2 લાખ રૂપિયાની સોનાની ચેન શોધીને તેના મૂળ માલિકને પરત સોંપી.નખત્રાણામાં રહેતા 51 વર્ષીય હિનાબેન શશિકાંતભાઈ ઠક્કરની આશરે 15 ગ્રામ વજનની સોનાની ચેન મુખ્ય બજારમાં ખરીદી કરતી વખતે પડી ગઈ હતી. ચેન ગુમ થતાં હિનાબેને પોલીસ સ્ટેશનમાં જાણ કરી. પોલીસને જાણ થતાં જ સર્વેલન્સ સ્ટાફે તપાસ શરૂ કરી. તેમણે મુખ્ય બજારના સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને સ્થાનિક લોકોની મદદથી માહિતી એકત્રિત કરી.સતત પ્રયાસો પછી પોલીસને ગુમ થયેલી ચેન શોધવામાં સફળતા મળી. જરૂરી કાર્યવાહી પૂરી કરીને ચેન હિનાબેનને પરત સોંપવામાં આવી. કિંમતી વસ્તુ પાછી મળતા મહિલાએ પોલીસનો આભાર માન્યો.આ સમગ્ર કામગીરી નખત્રાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    મારવાડી યુનિ. લાઠીચાર્જ મામલે પગલાં લેવા માંગ:રાજકોટની મારવાડી યુનિ.માં નિયમોનાં નામે ખુલ્લી લૂંટ ચલાવાતી હોવાનો ABVPનો આરોપ, બસ પાસ, આઈકાર્ડ અને મસ્તી-મજાક માટે મસમોટા દંડ
    Next Article
    સુરેન્દ્રનગર પોલીસે મકાન સોદાનો વિવાદ ઉકેલ્યો:વેદિકા બહેનની મધ્યસ્થીથી રહીમશા ફકીરને રૂ.31 લાખ પરત મળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment