Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારવાડી યુનિ. લાઠીચાર્જ મામલે પગલાં લેવા માંગ:રાજકોટની મારવાડી યુનિ.માં નિયમોનાં નામે ખુલ્લી લૂંટ ચલાવાતી હોવાનો ABVPનો આરોપ, બસ પાસ, આઈકાર્ડ અને મસ્તી-મજાક માટે મસમોટા દંડ

    8 hours ago

    રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીના આપઘાત મામલે રજૂઆત કરવા ગયેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરો પર પોલીસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એબીવીપી દ્વારા હુમલો કરનાર પોલીસ કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ સાથે પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જો દોષિત પોલીસ કર્મચારીઓ સામે ટૂંક સમયમાં યોગ્ય અને કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો મારવાડી યુનિવર્સિટી ખાતે ઉગ્ર દેખાવો અને આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. આ સાથે જ એબીવીપી દ્વારા મારવાડી યુનિવર્સિટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ પાસે ખુલ્લી લૂંટ ચલાવવામાં આવતી હોવાનો ગંભીર આરોપ પણ લગાવવામાં આવ્યો છે. ABVPની રજૂઆત મુજબ, યુનિવર્સિટીમાં બસ પાસ પૂરો થઈ ગયા પછી જો કોઈ વિદ્યાર્થી બસમાં બેસે તો એક દિવસના 2500, બીજા દિવસના 5000 અને ત્રીજા દિવસે 7,000 અને ચોથા દિવસે અધધ 10,000 રૂપિયા વસૂલવામાં આવે છે. જો વિદ્યાર્થી આઈકાર્ડ ભૂલી જાય તો 500 રૂપિયાનો દંડ લેવાય છે. ક્લાસમાં ફ્રી પિરિયડ દરમિયાન વાત કરતા કે સામાન્ય મસ્તી-મજાક કરતા છાત્રો પાસેથી ઇનડિસિપ્લિનના નામે 2000 રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવે છે. આમ, દંડ, પેનલ્ટી અને લેઈટ ફીના નામે વિદ્યાર્થીઓ પાસેથી મોટી રકમ વસૂલીને શોષણ કરવામાં આવતું હોવાનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાજકોટ મહાનગર મંત્રી પુષ્પરાજસિંહ ઝાલાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, જ્યારે મારવાડી યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થી દ્વારા સુસાઈડ કરવામાં આવ્યું ત્યારે વિદ્યાર્થી પરિષદ ન્યાય માગવા ગઈ હતી. ત્યારે મારવાડી યુનિવર્સિટીએ પોલીસ પ્રશાસનને આગળ કરી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કરાવ્યો અને માર મારવામાં આવ્યો હતો. જેમાં પણ અમારા બે કાર્યકર્તાને ઈજા થતા તેઓ હજુ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. અમે કઈ ગુનેગારો કે આતંકવાદીઓ નથી, છતાં અમારી ઉપર લાઠીચાર્જ કરવાનું શું કારણ બન્યું? શું મારવાડી યુનિવર્સિટી અને પોલીસ પ્રશાસન એક થઈને વિદ્યાર્થી પરિષદનો અવાજ દબાવવા માંગે છે? ત્યારે આ મામલે જવાબદાર પોલીસ કર્મચારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસ કમિશ્નરને રજુઆત કરાઈ છે. આવનારા સમયમાં જો વિદ્યાર્થીને ન્યાય નહીં મળે અને આ આપઘાતનું સાચું કારણ બહાર નહીં આવે તો મારવાડી યુનિવર્સિટીનો ઘેરાવ કરવામાં આવશે. પુષ્પરાજસિંહ ઝાલાએ વધુમાં ઉમેર્યું હતું કે, ઘણા બધા વિદ્યાર્થીઓ પાસેથી મળેલી ફરિયાદ મુજબ મારવાડી યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાણા કરતી હોય તેવું દેખાઈ રહ્યું છે. હોસ્ટેલ ફીમાં પણ બહારના અને ગુજરાતના વિદ્યાર્થીઓ વચ્ચે ભેદભાવ રાખી 7000 અને 15000 રૂપિયા જેટલી ડિપોઝિટ વસૂલાય છે જે ક્યારેય પાછી મળતી નથી. આઈકાર્ડ ના પહેરવાના કે મસ્તી કરવાના નામે પૈસા માઈનસ થઈ જાય છે. ત્યારે આવા તમામ મુદ્દે આવનારા સમયમાં વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે મારવાડી યુનિવર્સિટીનો ઘેરાવ કરવામાં આવશે. જેમાં આપઘાત મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી અમારી મુખ્ય માગ રહેશે.
    Click here to Read More
    Previous Article
    વોટ ચોર ગાદી છોડના નારા સાથે પાટણમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ:જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે કલેક્ટર કચેરી બહાર દેખાવો અને ચક્કાજામ, પોલીસે ટીંગાટોળી કરી
    Next Article
    નખત્રાણા પોલીસે મહિલાની ₹2 લાખની ખોવાયેલી સોનાની ચેન શોધી:નખત્રાણા મુખ્ય બજારમાંથી મળેલી ચેન 'તેરા તુજકો અર્પણ' અભિયાન હેઠળ મૂળ માલિકને પરત અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment