Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વોટ ચોર ગાદી છોડના નારા સાથે પાટણમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ:જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે કલેક્ટર કચેરી બહાર દેખાવો અને ચક્કાજામ, પોલીસે ટીંગાટોળી કરી

    9 hours ago

    પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મતદાર યાદી, SIR પ્રક્રિયા અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અંગે ઊભા થયેલા પ્રશ્નોના વિરોધમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે વિશાળ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારે પાટણના ટી.બી. ત્રણ રસ્તા ખાતેથી રેલી કાઢીને કાર્યકરો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. કલેક્ટર કચેરી બહાર કાર્યકરોએ "વોટ ચોર ગાદી છોડ", "હાય રે ચૂંટણી પંચ હાય હાય" અને "હાય રે મોદી હાય હાય" ના નારા લગાવી સૂત્રોચ્ચાર કર્યા હતા અને છાજિયા લઈને વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન કેટલાક કાર્યકરોએ વડાપ્રધાનના માસ્ક પહેરીને રમુજ સાથે જૂતા અને થપ્પડ મારી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. કલેક્ટર કચેરી બહાર કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરવામાં આવતા પરિસ્થિતિને ધ્યાને લઈ પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. ચૂંટણી પંચ ભાજપના ઇશારે કામ કરે છે: ધારાસભ્ય કિરીટ પટેલ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, ભારતના બંધારણમાં ચૂંટણી પંચ અને ન્યાયતંત્રને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે અને તેના પર કોઈનું દબાણ હોઈ શકે નહીં. પરંતુ છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રાજ્ય કે કેન્દ્રનું ચૂંટણી પંચ વેચાઈ ગયું છે અને માત્ર ભાજપના ઇશારે કામ કરી રહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર સાથેના બે સાથી કમિશનરોએ પણ આ વાત સ્વીકારી છે. લોકશાહીને શરમાવે તે રીતે લોકોને મળેલો બંધારણીય મતનો અધિકાર તોડવાનું અને છીનવવાનું કામ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું છે. જો આગામી સમયમાં ચૂંટણી પંચ સ્વતંત્ર રીતે કામ નહીં કરે અને ભાજપના ઇશારે લોકોના મત ચોરવાનું ચાલુ રાખશે તો કોંગ્રેસ દેશભરમાં ઉગ્ર આંદોલન કરશે. જ્ઞાનેશ કુમારે ભાજપના એજન્ટ તરીકે કામ કર્યું: ઘેમર દેસાઈ પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમર દેસાઈએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં ચૂંટણી પંચ દ્વારા લોકશાહીનું હનન થઈ રહ્યું છે. જ્ઞાનેશ કુમારના સાથી ચૂંટણી અધિકારીઓએ પણ કબૂલ્યું હતું કે 14 વખત જ્ઞાનેશ કુમારને રજૂઆત કરવામાં આવી હતી કે નામ ચડાવવામાં કે કઢાવવામાં ચૂંટણી પંચ દ્વારા ગેરરીતિ થઈ રહી છે. તેમ છતાં જ્ઞાનેશ કુમારે મિલીભગત કરીને ભાજપના એજન્ટ બનીને પક્ષને ફાયદો કરી આપ્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં મહિલા કોંગ્રેસ, NSUI, યુથ કોંગ્રેસ અને જિલ્લાના કોંગ્રેસ પરિવારના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો આ પ્રક્રિયામાં સુધારો નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    NSUI નિરમા યુનિવર્સિટીનો ઘેરાવ કરશે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો:ગેટ બંધ કરાયો, વિવાદિત પ્રોફેસરનો વધુ એક વીડિયો વાઇરલ; ‘બાપ હૈ, બાપ હી રહેંગે’
    Next Article
    મારવાડી યુનિ. લાઠીચાર્જ મામલે પગલાં લેવા માંગ:રાજકોટની મારવાડી યુનિ.માં નિયમોનાં નામે ખુલ્લી લૂંટ ચલાવાતી હોવાનો ABVPનો આરોપ, બસ પાસ, આઈકાર્ડ અને મસ્તી-મજાક માટે મસમોટા દંડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment