Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ કરાઈ:ટાટ પરીક્ષા માટે કચ્છમાં કેન્દ્ર ન ફાળવાતા NSUIનો વિરોધ

    9 hours ago

    TAT-S મુખ્ય પરીક્ષા માટે કચ્છમાં પરીક્ષા કેન્દ્ર ન ફાળવાતા જિલ્લા NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. NSUIના કચ્છ જિલ્લા પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, કચ્છમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારોએ પરીક્ષા માટે અરજી કરી છે, છતાં તેમને અમદાવાદમાં પરીક્ષા આપવા જવાની ફરજ પડી રહી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે કચ્છના વિદ્યાર્થીઓ માટે જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર ફાળવી ન શકાતું હોય તો શિક્ષણમંત્રીએ પોતાની નૈતિક જવાબદારી સમજીને રાજીનામું આપી દેવું જોઈએ. પરીક્ષાના દિવસે લાંબી મુસાફરીના કારણે માનસિક તથા શારીરિક તણાવ વધવાથી પરીક્ષાની કામગીરી પર અસર થઈ શકે છે. વિરોધ પ્રદર્શનમાં ભુજ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરદાન ગઢવી, NSUIના તીર્થભાઈ ઠક્કર, ફેજલ હિંગોરા, કૃષ્ણરાજસિંહ જાડેજા, સંદીપ રામ, ધૈર્યરાજસિંહ, યાગ્નિકભાઈ, હર્ષદભાઈ, ગંગાબેન, સંજનાબેન, સિદ્ધિ સહિત કાર્યકર્તાઓ જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    કચ્છની તમામ અદાલતોમાં સમાધાનલાયક:રાષ્ટ્રીય લોક અદાલતમાં 10,491 કેસોનો નિકાલ
    Next Article
    આત્માએ કહ્યું ને 11 જણાનો પરિવાર ફાંસીએ લટકી ગયો!:પિતા સૌને મર્યા પછી ફરી જીવતા કરવાના હતા! ઘરમાંથી આત્મા કાઢવા માટે પાઇપો ગોઠવ્યા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment