Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર પોલીસે મકાન સોદાનો વિવાદ ઉકેલ્યો:વેદિકા બહેનની મધ્યસ્થીથી રહીમશા ફકીરને રૂ.31 લાખ પરત મળ્યા

    7 hours ago

    સુરેન્દ્રનગર પોલીસે મકાનના સોદાને લઈને ચાલી રહેલો નાણાકીય વિવાદ ઉકેલ્યો છે. પોલીસની મધ્યસ્થીથી અરજદારને રૂ.31 લાખની રકમ પરત અપાવી સુખદ સમાધાન કરાવવામાં આવ્યું.વઢવાણની સુડવેલ સોસાયટી પાસે રહેતા રહીમશા મહમશા ફકીરે પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. તેમણે છ મહિના પહેલાં રૂ.3.10 કરોડમાં નવા મકાનનો સોદો કર્યો હતો અને બાના પેટે રૂ.35 લાખ ચૂકવ્યા હતા. બાદમાં મકાનનો સોદો રદ થતાં સામાવાળાઓએ રહીમશાને રૂ.4 લાખ પરત આપ્યા હતા. જોકે, બાકીના રૂ.31 લાખ પરત મળતા ન હોવાથી તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો.પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ, સુરેન્દ્રનગર ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક વેદિકા બહેને આ મામલે મધ્યસ્થી કરી. 28 સપ્ટેમ્બર, 2025ના રોજ બંને પક્ષોને બોલાવી ચર્ચા કરવામાં આવી.ચર્ચાના અંતે, સામાવાળા પક્ષ દ્વારા રૂ.31 લાખનો ચેક આપવામાં આવ્યો. આ રીતે બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન થયું. પોલીસની આ કામગીરીથી નાગરિકોના વિવાદો ઉકેલવામાં મદદ મળી છે.
    Click here to Read More
    Previous Article
    નખત્રાણા પોલીસે મહિલાની ₹2 લાખની ખોવાયેલી સોનાની ચેન શોધી:નખત્રાણા મુખ્ય બજારમાંથી મળેલી ચેન 'તેરા તુજકો અર્પણ' અભિયાન હેઠળ મૂળ માલિકને પરત અપાઈ
    Next Article
    LPU में आग लगवाई गई थी? छात्रा के साथ क्या हुआ था? Lovely Professional University | Punjab protests

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment