Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોજગારની શોધમાં UAE ગયેલા 60 ભારતીયોને ડિપોર્ટ કરાયા:દુબઇથી સુરત એરપોર્ટ પહોંચ્યા, સ્થાનિક કાયદાના ઉલ્લંઘનનો આરોપ; પાસપોર્ટ-મોબાલઈ પણ જપ્ત

    1 day ago

    રોજીરોટી કમાવવા અને સારા ભવિષ્યની આશા સાથે સંયુક્ત આરબ અમીરાત (UAE) ગયેલા 60 ભારતીય નાગરિકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક કાયદા અને નિયમોના કથિત ઉલ્લંઘન બદલ UAE પ્રશાસન દ્વારા આ તમામ 60 ભારતીયોને દેશનિકાલ (Deport) કરવામાં આવ્યા છે. આજે આ તમામ મુસાફરો દુબઈથી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ નંબર IX-274 દ્વારા સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, જ્યાં તેમની સઘન પૂછપરછ અને વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યું છે. ઇમરજન્સી સર્ટિફિકેટના આધારે ભારત પરત લવાયા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ તમામ ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરતા પહેલા દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. દૂતાવાસે તાત્કાલિક ધોરણે આ મુસાફરોને ભારત પરત મોકલવા માટે હંગામી મુસાફરી દસ્તાવેજો એટલે કે ઇમરજન્સી સર્ટિફિકેટ જારી કર્યા હતા. આ દસ્તાવેજોના આધારે જ તેમને વિમાનમાં સુરત લાવવામાં આવ્યા છે. મોબાઈલ અને સામાન પણ ન મળ્યો! એરપોર્ટના સૂત્રો તરફથી મળતી ચોંકાવનારી વિગત મુજબ, ડિપોર્ટ કરાયેલા આ મુસાફરોના મૂળ પાસપોર્ટ, મોબાઈલ ફોન અને તેમનો અન્ય અંગત સામાન હાલ યુએઈ ઓથોરિટી પાસે જ જપ્ત છે. મુસાફરોને તેમનો સામાન સુપરત કરવામાં આવ્યો ન હોવાથી તેઓ ભારે ચિંતામાં મુકાયા છે. સુરત એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગનું કડક વેરિફિકેશન જેવા આ 60 મુસાફરો સુરત એરપોર્ટ પર ઉતર્યા, કે તરત જ સુરક્ષા એજન્સીઓ અને ઇમિગ્રેશન વિભાગ હરકતમાં આવી ગયું હતું. નિયત પ્રોટોકોલ મુજબ તમામ મુસાફરોને અટકાવીને કડક પૂછપરછ અને દસ્તાવેજોની ચકાસણી શરૂ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સંપૂર્ણ વેરિફિકેશન પ્રક્રિયા અને જરૂરી કાયદાકીય ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ જ આ તમામ લોકોને એરપોર્ટની બહાર જવાની પરવાનગી આપવામાં આવશે. મોટાભાગના મુસાફરો બિહાર, યુપી અને પંજાબના શ્રમિકો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ડિપોર્ટ કરાયેલા આ મુસાફરોમાં મોટાભાગના શ્રમિક (મજૂર) વર્ગના છે. તેઓ રોજીરોટીની તલાશમાં એજન્ટોના માધ્યમથી કે અન્ય રીતે દુબઈ પહોંચ્યા હતા. આ તમામ મુસાફરો મુખ્યત્વે બિહાર, ઉત્તર પ્રદેશ અને પંજાબ રાજ્યના વતની હોવાનું જાણવા મળ્યું છે. હાલ સુરત એરપોર્ટ પર સંબંધિત એજન્સીઓ દ્વારા નિર્ધારિત પ્રોટોકોલ હેઠળ શાંતિપૂર્ણ રીતે સમગ્ર વેરિફિકેશનની કામગીરી ચલાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની 31મી રથયાત્રા:રૂટ પર સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ અને બેરિકેડિંગની સઘન વ્યવસ્થા, ઠેર-ઠેર રથયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરાશે
    Next Article
    11-Year-Old Hit, Dragged 1.5 Km By School Van In Bihar, Case Filed

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment