Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:રાજ્યશ રેયાંશ સોસાયટીમાં નવરાત્રી મહોત્સવ, 100થી વધુ સભ્યો ગરબાના રંગે રંગાયા, એકતા અને ભાઈચારાનો સંદેશ

    10 hours ago

    અમદાવાદની રાજ્યશ રેયાંશ સોસાયટીમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સોસાયટીના 100થી વધુ સભ્યો અને પરિવારજનો જોડાયા હતા. તેમણે માતાજીની આરાધના સાથે પરંપરાગત ગરબા રમ્યા હતા. નવરાત્રી દરમિયાન સોસાયટીનું વાતાવરણ ભક્તિ અને સંગીતથી છવાઈ ગયું હતું. રંગબેરંગી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ સભ્યોએ ગરબા અને રાસમાં ભાગ લીધો હતો. આ આયોજનનો મુખ્ય હેતુ સોસાયટીના પરિવારો વચ્ચે એકતા, ભાઈચારો અને પરસ્પર સ્નેહ વધારવાનો હતો. બાળકો, યુવાનો અને વડીલોએ સાથે મળીને આ ઉત્સવમાં ભાગ લીધો હતો. સોસાયટીના સભ્યોના સહકારથી નવરાત્રી મહોત્સવ સફળ રહ્યો. આ કાર્યક્રમથી પરિવારોમાં સામૂહિક ઉત્સવ અને એકતાનો સંદેશ ફેલાયો હતો.
    Click here to Read More
    Previous Article
    માનકુવામાં ખુલ્લેઆમ દારૂ વેચાણથી મેઘ મારુ સમાજ લાલઘૂમ:પોલીસ સ્ટેશન સુધી રેલી યોજી આવેદનપત્ર આપ્યું, 2 દિવસમાં કાર્યવાહી નહીં તો ચક્કાજામની ચીમકી
    Next Article
    વેસ્ટ ઇન્ડીઝે ભારતને 248 રનનો ટાર્ગેટ આપ્યો:શાઈ હોપે સિરીઝમાં બીજી સદી ફટકારી; પ્રિન્સ, અક્ષર અને અર્શદીપને 1-1 વિકેટ મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment