Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માનકુવામાં ખુલ્લેઆમ દારૂ વેચાણથી મેઘ મારુ સમાજ લાલઘૂમ:પોલીસ સ્ટેશન સુધી રેલી યોજી આવેદનપત્ર આપ્યું, 2 દિવસમાં કાર્યવાહી નહીં તો ચક્કાજામની ચીમકી

    9 hours ago

    ગુજરાતમાં દારૂબંધીના કાયદાના અમલ વચ્ચે કચ્છના માનકુવા ગામના વણકરવાસ અને બાવરવાડી વિસ્તારમાં કથિત રીતે દેશી-વિદેશી દારૂના ખુલ્લેઆમ વેચાણની પ્રવૃત્તિ ચાલી રહી હોવાના આક્ષેપો સાથે મેઘ મારુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. વિસ્તારમાં દારૂના વેચાણ પર અંકુશ લાવવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે મેઘ મારુ સમાજના યુવાઓ, મહિલાઓ અને વડીલોએ એકત્ર થઈ રેલી યોજી હતી. ત્યારબાદ માનકુવા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી પોલીસ ઇન્સ્પેક્ટરને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સમાજ દ્વારા રજૂ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, વણકરવાસ નજીક દારૂના કથિત અડ્ડાઓને કારણે સ્થાનિક લોકોની શાંતિ અને સલામતી સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. દારૂના સેવન બાદ ઝઘડા અને અશાંતિની ઘટનાઓ બનતી હોવાના આક્ષેપો સાથે મહિલાઓ, માતા-બહેનો અને શાળાએ જતા બાળકોમાં ભયનું વાતાવરણ સર્જાતું હોવાની રજૂઆત કરવામાં આવી હતી. દારૂની લતને કારણે યુવાનોના ભવિષ્ય પર માઠી અસર પડવાની સાથે કેટલાક પરિવારો આર્થિક અને સામાજિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં સમાજે સ્પષ્ટ માંગ કરી છે કે વણકરવાસ અને બાવરવાડી વિસ્તારમાં દારૂના કથિત અડ્ડાઓ સામે તાત્કાલિક તપાસ હાથ ધરી દરોડા પાડવામાં આવે અને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સાથે જ મુખ્ય બૂટલેગરોને ઝડપી લઈ દારૂના વેચાણ પર કાયમી અંકુશ લાવવા તથા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી છે. રજૂઆત દરમિયાન માનકુવા પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. સમાજે આવેદનપત્રમાં ચેતવણી આપી છે કે આગામી બે દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવામાં આવશે. જરૂર પડ્યે રસ્તા પર ઊતરી ચક્કાજામ સહિતના વિરોધ કાર્યક્રમો યોજીને આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે. આ રેલી અને રજૂઆતમાં નાનજીભાઈ સીજુ, ભીમજીભાઈ ભદ્રુ, ગાંગજીભાઈ કુવટ, દામજીભાઈ મેરીયા, ભરતભાઈ સીજુ, દિનેશભાઈ સીજુ, વેરશીભાઈ જયપાલ, કરસનભાઈ સીજુ, કરસનભાઈ બદરુ, મુકેશભાઈ સીજુ સહિત ભચીબેન સીજુ, હીરાબેન મેરીયા, સોનીબેન ભદ્રુ અને અજીબેન મેરીયા સહિત સમાજના અનેક આગેવાનો, મહિલાઓ અને યુવાનો જોડાયા હતા. આવેદનપત્રની નકલ માનકુવા ગ્રામ પંચાયત અને જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી, ભુજ-કચ્છ ખાતે પણ મોકલવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં નવરાત્રિનો અનોખો ક્રેઝ, સ્કેટિંગમાં ગરબા-દાંડિયાની ધૂમ:સ્કેટ્સ પર સ્પીન, 22 અને 32 ના સ્ટેપ્સ બદલવા ખૂબ જ અઘરા, આંખે પાટા બાંધીને પણ પર્ફોર્મન્સ આપી વર્લ્ડ રેકોર્ડની તૈયારી
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:રાજ્યશ રેયાંશ સોસાયટીમાં નવરાત્રી મહોત્સવ, 100થી વધુ સભ્યો ગરબાના રંગે રંગાયા, એકતા અને ભાઈચારાનો સંદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment