Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં નવરાત્રિનો અનોખો ક્રેઝ, સ્કેટિંગમાં ગરબા-દાંડિયાની ધૂમ:સ્કેટ્સ પર સ્પીન, 22 અને 32 ના સ્ટેપ્સ બદલવા ખૂબ જ અઘરા, આંખે પાટા બાંધીને પણ પર્ફોર્મન્સ આપી વર્લ્ડ રેકોર્ડની તૈયારી

    8 hours ago

    નવરાત્રિના પાવન પર્વ પર સુરતીલાલાઓ દર વર્ષે કંઈક નવું કરીને સૌનું ધ્યાન ખેંચતા હોય છે. આ વર્ષે સુરતમાં સ્કેટિંગ ગરબાએ ભારે આકર્ષણ જમાવ્યું છે. પગમાં સ્કેટ્સ પહેરીને યુવાઓ અને બાળકો ગરબા, દોઢિયા અને દાંડિયાના અદભુત તાલ મિલાવતા નજરે પડી રહ્યા છે. સામાન્ય રીતે સ્કેટ્સ પર સંતુલન જાળવવું મુશ્કેલ હોય છે, ત્યારે તેના પર ગરબાના સ્ટેપ્સ રજૂ કરી ખેલૈયાઓએ અનોખો ઉત્સાહ દર્શાવ્યો છે. 4 મહિનાથી સ્કેટિંગ ગરબાની પ્રેક્ટિસ મીના મોદી ડાન્સ એકેડેમીમાં 4 વર્ષના ભૂલકાઓથી લઈને 25 વર્ષ સુધીના યુવાનો સ્કેટ્સ પર દાંડિયા અને ગરબાની અનોખી પ્રસ્તુતિ કરી રહ્યા છે. એકેડેમીના સંચાલક મીના મોદીએ જણાવ્યું હતું કે, નવરાત્રિના વાતાવરણમાં બાળકોને કંઈક નવું શીખવવા માટે છેલ્લા 3 થી 4 મહિનાથી સ્કેટિંગ ગરબાની પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી છે. વ્હીલ્સ પર ફરવું, કૂદવું અને સંતુલન જાળવવું ખૂબ જ પડકારજનક હોય છે, છતાં બાળકો ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. હુલા હૂપ અને આંખે પાટા બાંધીને કરપ્શન સામે મેસેજ આ સ્કેટિંગ દાંડિયામાં સામાન્ય સ્ટેપ્સ ઉપરાંત હુલા હૂપ સાથે દાંડિયા તેમજ આંખે પાટા બાંધીને પણ પર્ફોર્મન્સ તૈયાર કરવામાં આવ્યું છે. ભ્રષ્ટાચાર સામે જાગૃતિ લાવવાના થીમ આધારિત બ્લાઇન્ડ ફોલ્ડેડ દાંડિયા લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. હવે 500 બાળકો સાથે નવો રેકોર્ડ બનાવવાનું લક્ષ્ય મીના મોદીએ વધુમાં જણાવ્યું કે અગાઉ સુરત સિટી જિમખાના ખાતે 250 બાળકોએ એકસાથે સ્કેટિંગ ગરબા કરીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ, લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને RHR વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. હવે તેમનો પોતાનો જ રેકોર્ડ તોડવાના હેતુથી 500 જેટલા બાળકો સાથે હુલા હૂપ અને સ્કેટ્સ પર દાંડિયા પર્ફોર્મન્સ માટેની તૈયારીઓ ચાલી રહી છે. રોજ 6-7 કલાકની કઠિન પ્રેક્ટિસ: ખેલૈયા સ્વીટી સ્કેટિંગ ગરબા કરતી વિદ્યાર્થિની શ્રીએ પોતાનો અનુભવ વર્ણવતા કહ્યું કે, સામાન્ય ગરબા તો બધા કરે જ છે, પરંતુ સ્કેટ્સ પર સ્પીન કરવી, 22 અને 32 ના સ્ટેપ્સ બદલવા ખૂબ જ અઘરા હોય છે. પગ અને હાથના તાલ સાથે શરીરનું બેલેન્સ રાખવું સૌથી મોટો પડકાર છે. પાંચ વર્ષની ઉંમરથી સ્કેટિંગ કરતી હોવા છતાં રોજ 6 થી 7 કલાક કઠિન તાલીમ લીધા બાદ આ મુકામ હાંસલ થયો છે. તેણે ઉમેર્યું કે નવરાત્રિમાં માતાજીની આરાધના નવા રૂપમાં સમર્પિત કરવાનો આ એક સુંદર પ્રયાસ છે.
    Click here to Read More
    Previous Article
    વેસ્ટ ઇન્ડીઝની ત્રીજી વિકેટ પડી:અક્ષર પટેલ, પ્રિન્સ યાદવ પછી અર્શદીપે કેરેબિયન બેટરને પેવેલિયન ભેગો કર્યો; સ્કોર 228/3
    Next Article
    માનકુવામાં ખુલ્લેઆમ દારૂ વેચાણથી મેઘ મારુ સમાજ લાલઘૂમ:પોલીસ સ્ટેશન સુધી રેલી યોજી આવેદનપત્ર આપ્યું, 2 દિવસમાં કાર્યવાહી નહીં તો ચક્કાજામની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment