Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાડી વિસ્તારોમાં તસ્કરોનો હાથફેરો:પરિવાર ઉપરના માળે સૂતો રહ્યો અને ચોરો ત્રાટક્યા, બંધ રૂમનું તાળું તોડી ₹1.98 લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી

    15 hours ago

    વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા કુંભારવાડામાં ગત 13 ઓગસ્ટની રાત્રે ચોરીની ઘટના બની હતી. સંતકેવલ મંદિર પાછળ રહેતા અને ઓનલાઈન ટેક્સી ચલાવતા ભરત બંસીલાલ કનોજીયાના મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ ₹1.98 લાખની ચોરી કરી હતી. ઘટના અંગે વાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતા પોલીસે અજાણ્યા ચોરો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. રિનોવેશનનો લાભ લઈ તસ્કરો ઘરમાં ઘૂસ્યા ફરિયાદીનું બે માળનું મકાન છે, જેમાં નીચેના માળે રિનોવેશનનું કામ ચાલતું હોવાથી પરિવાર છેલ્લા પાંચ મહિનાથી ઉપરના પહેલા માળે રહેતો હતો. 13 ઓગસ્ટની રાત્રે 11 વાગ્યે કામ પરથી પરત ફરી પરિવાર ઉપરના માળે સૂઈ ગયો હતો. તે દરમિયાન મોડી રાત્રે તસ્કરોએ નીચેના માળના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશી તિજોરીનું લોકર તોડ્યું હતું. વહેલી સવારે 5 વાગ્યે જ્યારે ભરતભાઈ નીચે આવ્યા ત્યારે દરવાજો ખુલ્લો અને તિજોરી તૂટેલી હાલતમાં જોવા મળી હતી. તિજોરીમાંથી ₹1.98 લાખનો મુદ્દામાલ ચોરી કર્યો તસ્કરો તિજોરીનું લોકરને તોડી 20 ગ્રામ સોનાની બે લગડી, સોનાની વીંટી, સોનાની કડી તેમજ ચાંદીના ત્રણ કંદોરા, બે જોડી ઝાંઝરી, સાત નંગ ચાંદીના સિક્કા અને ₹40,000 રોકડા મળી કુલ ₹1,98,000 ની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ભરત કનોજીયાની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. હાલમાં પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસીને તેમજ અન્ય કડીઓ મેળવવા સહિત ચોરોની શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    AAP દ્વારા 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી:ભ્રષ્ટાચાર, બેરોજગારી અને તાનાશાહી જેવી સમસ્યાઓ સામે લડતનો સંકલ્પ કરાયો
    Next Article
    કૃષ્ણનગરમાં મકાનમાંથી રૂ.24 લાખનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો:SOGએ દરોડો પાડી યુવકની ધરપકડ કરી, સપ્લાયર બન્ની ભાટિયા ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment